દેશની એકતા અને અખંડિતતાને પ્રોત્સાહન આપવા ‘સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા પુરસ્કાર -૨૦૨૪’ અપાશે

ગાંધીનગર : પુરસ્કાર માટે પાત્રતા ધરાવતા ભારતના નાગરિકો, સંસ્થાઓ, સંગઠનો તા.૩૧ જૂલાઈ ૨૦૨૪ સુધી ઓનલાઈન અરજી કરી શકશેભારતની એકતા અને અખંડિતતાને વધુ પ્રોત્સાહન આપવાના હેતુથી  ‘સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા પુરસ્કાર – ૨૦૨૪’ એનાયત કરવામાં આવનાર છે. આ પુરસ્કાર માટે પાત્રતા ધરાવતા હોય તેવા નાગરીકો, સંસ્થાઓ અને સંગઠનો તા.૩૧ જૂલાઈ ૨૦૨૪ સુધીમાં www.awards.gov.in ઓનલાઈન પોર્ટલ પર  અરજી કરી શકશે. પુરસ્કાર પ્રદાન કરવા માટેના નામાંકન ભલામણ માત્ર ઓનલાઈન પોર્ટલ પર ઉપલબ્ધ  છે.અત્રે ઉલ્લેખનીય છે કે, આ પુરસ્કાર સરદાર વલ્લભભાઈ પટેલની આગામી જન્મજયંતી તા.૩૧ ઓક્ટોબર – ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ના રોજ એનાયત કરવામાં આવશે, તેમ ગૃહ વિભાગ ગાંધીનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

error: Content is protected !!