નવી દિલ્હી : ભારતીય સૈન્ય ઈતિહાસમાં આ પ્રથમ વખત હશે, જ્યારે બે સહાધ્યાયી (લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અને એડમિરલ દિનેશ ત્રિપાઠી) ભારતીય સેના અને નૌકાદળના વડા બનશે. બંનેએ મધ્યપ્રદેશના રીવા સ્થિત સૈનિક સ્કૂલમાંથી શિક્ષણ મેળવ્યું હતું. ઉપેન્દ્ર દ્વિવેદી ધોરણ 5-A થી શાળામાં સાથે હતા. આ 1970 ના દાયકાની શરૂઆતમાં હતું. ખાસ વાત એ છે કે બંને અધિકારીઓના રોલ નંબર એકબીજાની નજીક હતા. લેફ્ટનન્ટ જનરલ દ્વિવેદીનો રોલ નંબર 931 હતો અને એડમિરલ ત્રિપાઠીનો 938 હતો.
મીડિયા સૂત્રો દ્વારા રિપોર્ટ પ્રમાણે વાત કરવામાં આવે તો બન્ને અધિકારીઓના સ્કૂલમાં રોલ નંબર પર પાસે પાસે જ રહેતા હતા. મતલબ કે હવે ભારતની સૈન્ય તાકાત આ બન્ને હુનહાર ક્લાસમેટના હવાલે છે. નોંધનીય છે કે, લેફ્ટનન્ટ જનરલ દ્વિવેદીને તે વખથે રોલ નંબર 931 હતો જ્યારે દિનેશ ત્રિપાઠીનો રોલ નંબર 938 હતા. એટલું જ નહીં પરંતુ શાળામાં તેઓ ખુબ સારા મિત્રો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. શાળાના શરૂઆતના દિવસોથી જ સારા એવા મિત્રો રહ્યા છે. જેથી અલગ-અલગ સેનામાં હોવા છતાં તેઓ હંમેશા એકબીજાના સંપર્કમાં રહેતા હતા.
સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા એ ભારત ભૂષણ બાબુએ ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે,”2 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને તાલીમ આપવી એ એક દુર્લભ સન્માન છે.” લગભગ 50 વર્ષ પછી બંને પોતપોતાની સેવાઓનું નેતૃત્વ કરવા જઈ રહ્યા છે. આનો શ્રેય મધ્યપ્રદેશના રીવાની સૈનિક સ્કૂલને જાય છે. એ પણ રસપ્રદ છે કે બંને ક્લાસમેટ્સની એપોઇન્ટમેન્ટ પણ લગભગ 2 મહિનાના ગેપ સાથે એક જ સમયે થઈ રહી છે. એડમિરલે 1 મેના રોજ ભારતીય નૌકાદળની કમાન સંભાળી હતી. લેફ્ટનન્ટ જનરલ દ્વિવેદી 30 જૂને તેમની નવી નિમણૂક ગ્રહણ કરવાના છે.
જો કે, લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અને એડમિરલ દિનેશ ત્રિપાઠી બંનેની નિમણૂંકો પણ લગભગ બે મહિનાના અંતરાલ સાથે એક જ સમયે કરવામાં આવી હતી. 1964માં મધ્ય પ્રદેશમાં જન્મેલા લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી 15 ડિસેમ્બર 1984 રોજ ભારતીય સેનાની જમ્મુ અને કાશ્મીર રાઈફલ્સમાં સામેલ થયા હતા. આ સાથે ઉત્તરી સેના કમાંડર તેઓ લાંબા સમય સુધી સેવામાં રહ્યા છે. લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી નેશનલ ડિફેન્સ કોલેજ અને યુએસ આર્મી વોર કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેણે ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કોલેજ, વેલિંગ્ટન અને આર્મી વોર કોલેજ, મહુમાંથી પણ અભ્યાસ કર્યો છે.