અયોધ્યામાં રામ મંદિરે 200 થી વધુ મુસ્લિમ રામ ભક્તો રામલલ્લાના દર્શને પહોંચ્યા

રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે ત્યારથી અયોધ્યામાં ભવ્ય રામ મંદિરમાં દર્શન કરવા માટે ભક્તોની ભીડ જોવા મળી રહી છે. દરરોજ હજારો રામ ભક્તો અયોધ્યા પહોંચી રહ્યા છે. આ દરમિયાન માત્ર હિંદુઓ જ નહીં પરંતુ મુસ્લિમ સમુદાયના લોકો પણ અયોધ્યા પહોંચ્યા હતા. 250 મુસ્લિમ રામ ભક્તો અયોધ્યા પહોંચ્યા અને રામલલ્લાના દર્શન કર્યા અને ‘જય શ્રી રામ’ના નારા લગાવ્યા હતા.

25 જાન્યુઆરી, 2024 ના રોજ, સેંકડો મુસ્લિમ રામ ભક્તોનું એક જૂથ લખનઉ, યુપીથી અયોધ્યા માટે રવાના થયું હતું. આવી સ્થિતિમાં 30 જાન્યુઆરીએ લગભગ 250 લોકો રામ મંદિર પહોંચ્યા હતા. એક ન્યૂઝ વેબસાઈટના રિપોર્ટ અનુસાર દર્શન માટે આવેલા મુસ્લિમ સમુદાયના આ લોકો ભગવાન રામને પોતાના પૂર્વજ માને છે.

મીડિયા ઈન્ચાર્જ શાહિદ સઈદે જણાવ્યું કે મુસ્લિમ રાષ્ટ્રીય મંચની આ ટીમ 25 જાન્યુઆરીએ લખનઉથી નીકળી હતી અને દરરોજ 25 કિલોમીટર ચાલીને દર્શન માટે ત્યાં પહોંચી હતી. શાહિદે જણાવ્યું કે, આ અવસર પર ભક્તોએ કહ્યું કે ઇમામ-એ-હિંદ રામના ગૌરવપૂર્ણ દર્શનની આ ક્ષણ તેમના સમગ્ર જીવનકાળ માટે એક સુખદ સ્મૃતિ બની રહેશે. શ્રી રામ મંદિર પરિસરમાંથી મુસ્લિમ ભક્તોએ એકતા, અખંડિતતા, સાર્વભૌમત્વ અને સમરસતાનો સંદેશ આપ્યો હતો. તમને જણાવી દઈએ કે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરી 2024ના રોજ થઈ હતી. રામ મંદિર 23 જાન્યુઆરીથી સામાન્ય લોકો માટે ખોલવામાં આવ્યું છે.

23 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી સુધી લગભગ 20 લાખ લોકોએ રામલલ્લાના દર્શન કર્યા હતા. ભક્તોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને મંદિરે દર્શનનો સમય એક કલાક વધારી દીધો છે. એટલું જ નહીં, 22 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી સુધીમાં લોકોએ 5 કરોડ 60 લાખથી વધુ રકમનું દાન આપ્યું છે.

error: Content is protected !!