સંરક્ષણ ક્ષેત્રે કારકિર્દી ઘડતર ઈચ્છુક યુવા અને ઉત્સાહી સશક્ત યુવક-યુવતીઓ માટે ભારતીય વાયુ સેનામાં અગ્નિવીરવાયુ તરીકે જોડાવા હેતુસર ઓનલાઈન અરજીઓ આમંત્રિત કરવામાં આવેલ છે.
આ તા.૦૨/૦૧/૨૦૦૪થી ૦૨/૦૭/૨૦૦૭ વચ્ચે જન્મેલ (બન્ને તારીખો સહિત) અપરણીત યુવક-યુવતીઓ ઓનલાઈન https://agnipathvayu.cdac.in પરથી તા.૧૭/૦૧/૨૦૨૪ થી તા.૦૬/૦૨/૨૦૨૪ સુધી અરજી કરી શકશે. જેની શૈક્ષણિક લાયકાત ઈન્ટરમેડીયેટ/૧૦+૨/સમકક્ષ સાથે ગણિત, ફીઝિક્સ અને અંગ્રેજી સાથે લધુત્તમ ૫૦ ટકા માર્કસ સાથે ૫૦ ટકા માર્ક અંગ્રેજી વિષયમાં હોય, ઉંચાઈ પુરૂષ ૧૫૨.૫ સે.મી. સ્ત્રી ૧૫૨ સેમી.વજન ઉંચાઈ અને ઉમરના પ્રમાણ મુજબ તથા છાતી ૭૭ સેમી અને ઓછામાં ઓછી ૦૫ સેમી ફુલવિ જોઈએ. અરજી મેળવવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિયત પસંદગીની પ્રક્રિયા બે ભાગમાં થનાર છે,
પ્રથમ કોમ્પ્યુટર બેસ ઓનલાઈ ટેસ્ટ યોજવામાં આવશે ત્યાર બાદ શારીરિક માપદંડ ધરાવતા ઉમેદવારોની શારીરિક યોગ્યતા કસોટી યોજાશે જેમાં ઉમેદવારે ૧૬૦૦ મીટર દોડ, લાંબો કુદકો તથા ઉચો કુદકો નિયત માપદંડમાં પૂર્ણ કરવાનો રહેશે. તાપી જિલ્લાના ઉમેદવારોએ ઓનલાઈન ફોર્મ ભરી અરજીની નકલ જિલ્લા રોજગાર કચેરી, વ્યારા ખાતે રજુ કરવાના રહેશે. તથા ઓનલાઈન ફોર્મ ભરવાની વ્યવસ્થા રોજગાર કચેરી ખાતે કરવામાં આવેલ છે.તાપી જિલ્લા રોજગાર અધિકારી વી.એસ.ભોયે દ્વારા જિલ્લાના યુવકો આ લશ્કરી ભરતી રેલીમાં ઉમેદવારી નોંધાવે તેવો આગ્રહ કરવમાં આવેલ છે, અને વધુ વિગતો માટે જિલ્લા રોજગાર કચેરી, જિલ્લા સેવા સદન, બ્લોક નં.૪/૩, વ્યારા, તાપી, ફોન.નં. ૦૨૬૨૬-૨૨૦૨૮૯ પર સંપર્ક કરવા જણાવેલ છે.