આ શહેરમાં એક જ દિવસમાં જાહેરમાં પાનની પિચકારી મારતાં લોકો પાસેથી 10,900 રૂપિયાનો દંડ વસુલાયો

જાહેર રસ્તા પર પાન-મસાલાની પિચકારી મારીને ગંદકી ફેલાવતા લોકો સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) તંત્ર દ્વારા દંડનીય પગલાં સતત 18માં દિવસે યથાવત જોવા મળ્યા હતા. સતત ચાલી રહેલી આ કાર્યવાહી દરમિયાન દરરોજ સરેરાશ 100 જેટલા લોકોને પકડીને તેમની પાસેથી દંડ વસૂલવામાં આવે છે. આજે પણ શહેરના 7 ઝોનમાં ચાર રસ્તાઓ તેમજ જાહેર રસ્તાઓ પર નાગરિકો દ્વારા જાહેરમાં થૂંકવા બાબતે ચેકીંગ હાથ ધરી 106 લોકો પાસેથી 10,900 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે.

પૂર્વ ઝોન શીતલ સીનેમા રોડ, સત્યમનગર રોડ, BRTS રોડ, સોનીની ચાલી, BRTS રોડ, આદીનાથ રોડ, રામોલ ગામ, ડી માર્ટ રોડ પશ્ચિમઝોનમાં જી. બી. શાહ કોલેજ રોડ, ભઠ્ઠા રોડ,પાલડી ઉત્તર ઝોનમાં આંબાવાડી સર્કલ સરદારનગર, સુતરના કારખાના, હીરાવાડી ચાર રસ્તા, પાટિયા સર્કલ, રાજાવીર સર્કલ રોડ, કુબેરનગર, શ્યામ શિખર બ્રીજ, સરદાર ચોક, ભીડભંજન રોડ બાપુનગર, ત્રિકમલાલ ચાર રસ્તા દક્ષિણ ઝોનમાં કૃષ્ણબાગ, મેલડી માતા રોડ,શાહ-આલમ રોડ,સી.ટી.એમ, મોની હોટેલ, ઇશનપુર રોડ, શાહવાડી રોડ, હાટકેશ્વર રિંગ રોડ મધ્યઝોનમાં બી.આર.ટી.એસ. રોડ, ઘેવર સર્કલ, માધુપુરા ચોક ઉત્તર પશ્વિમ ઝોનમાં કારગીલ ચોકડિ,વંદેમાતરમ રોડ, ભુયંદદેવ રોડ, શીલજ રોડ, ગોટીલા ગાર્ડન, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ગોકુલ ધામ, વૃદાવન સોસાયટી, વોડાફોન ગલી સામે, વિશાલા સર્કલ પાસે, જુહાપુરા ચાર રસ્તા,સોબો સેન્ટર -૫, બોપલ, ગોકુલ ધામ – 3, વૃંદાવન સોસાયટી, વોડાફોન ગલી સામે, વિશાલા સર્કલ પાસે ,જુહાપુરા ચાર રસ્તા જેવી જગ્યાઓ પર આજ રોજ 19 ફેબ્રુઆરી 2024નાં વહેલી સવારથી 48 વોર્ડમાં કાર્યરત સ્વચ્છતા સ્કવોડએ ઝુંબેશ હાથ ધરી જાહેરમાં પાન-મસાલાં ખાઈ થૂંકતા ઝડપાયેલા કુલ 106 ઇસમો પાસેથી રૂપીયા 10900/- નો દંડ વસૂલ કરવામાં આવેલ છે.

આ ઉપરાંત સ્માર્ટ સિટી પ્રોજેકટ અન્વયે શહેરમાં ટ્રાફીકનાં નિયમોનો ભંગ કરતા નાગરીકોને જેમ ઈ-મેમો મોકલી દંડ-વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવે છે, તેજ પ્રમાણે 130થી વધારે ટ્રાફીક સિગ્નલો, જાહેર સ્થળો પર લગાવવામાં આવેલ 6000થી વધારે સી.સી.ટી.વી. કેમેરાનાં આધારે વાહનો ચલાવતા પાન-મસાલા ખાઇ જાહેરમાં થુંકનાર નાગરીકોની વીડિયો કલીપ ઈમેજ પરથી વાહન નંબર મેળવી દંડ ભરવા માટે તેઓનાં રહેઠાણનાં સરનામે ઈ – મેમો પણ મોકલવામાં આવશે.

 

error: Content is protected !!