ઇલેકટ્રીકલ સુપરવાઇઝર અને વાયરમેનની પરીક્ષાનું પરિણામ આ વેબસાઇટ પરથી 1લી ફેબ્રુઆરી થી ડાઉનલોડ કરી શકાશે

રાજયના જુદા જુદા કેંદ્રો પર તા. 20 નવેમ્બર 2023 થી 23 નવેમ્બર 2023 દરમિયાન ઇલેકટ્રીકલ સુપરવાઇઝર અને વાયરમેનની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષાનું પરિણામ લાયસન્સીંગ બોર્ડની વેબસાઇટ https://ceiced.gujarat.gov.in ઉપર મુકવામાં આવ્યું છે. પરિક્ષા આપનાર તમામ ઉમેદવારો પોતાનું પરિણામ CEICED ના પોર્ટલ પર લોગ ઈન કરીને એપ્લિકેશન સ્ટેટ્સ માં જઈને 1 લી ફેબ્રુઆરી 2024 થી ડાઉનલોડ કરી શકાશે તેમ લાયસન્સીંગ બોર્ડની યાદીમાં જણાવાયું છે.

error: Content is protected !!