કીકાકુઈ પાસે ઉભેલ ટ્રકની પાછળ બાઈક અથડાઈ : બાઈક ચાલકનું મોત નિપજ્યું

સોનગઢનાં માંડલ ગામની સીમમાંથી પસાર થતાં સુરત ધુલિયા નેશનલ હાઈવે પર ઉભેલ ટેમ્પોની પાછળ બાઈક ઘુસી જતાં બાઈક ચાલકનું ગંભીર ઈજાને કારણે સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ, વ્યારાનાં વિરપુર ગામનાં ગામઠાણ ફળિયામાં રહેતા રાજુભાઈ રમણભાઈ ગામીત (ઉ.વ.50) રવિવારનાં રોજ બપોરનાં સમયે પોતાના કબ્જાની બાઈક નંબર GJ/26/J/9483ને પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી માંડલ ગામની સીમમાંથી પસાર થતાં સુરત ધુલિયા નેશનલ હાઈવે ઉપર ટોલનાકાથી થોડા મીટરના દુરી પર કીકાકુઈ તરફ જતાં રોડ ઉપર સાઈડમાં ઉભેલ ટ્રક નંબર MH/21/X/6299ની પાછળ બાઈકને અથડાવી દઈ અકસ્માત સર્જ્યો હતો. જયારે આ અકસ્માતમાં રાજુભાઈને માથાનાં ભાગે તથા કપાળનાં ભાગે અને ડાબી આંખે ગંભીર ઈજા પહોંચતા સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું. બનાવ અંગે રાહિલભાઈ રાજુભાઈ ગામીત નાંએ સોનગઢ પોલીસ મથકે અકસ્માત અંગે જાણ કરી હતી.

 

error: Content is protected !!