લોકસભા કે વિધાનસભા ચૂંટણી ટાણે કોંગ્રેસના અનેક નેતાઓ પક્ષપલટો કરી ભાજપમાં સામેલ થાય છે. જેમાંથી ઘણાને ભાજપ દ્વારા ટિકિટ કે પદની ઓફર કરવામાં આવે છે. ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી ભાજપમાં મૂળ કોંગ્રેસીઓ સારા હોદ્દા પર છે.જેને લઈ ભાજપના પાયાના કાર્યકરો અને સંનિષ્ઠ નેતાઓમાં પણ કચવાટ છે, પણ તેઓ કશું બોલી શકે તેમ નથી. આ દરમિયાન ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે એક અખબારને જણાવ્યું કે મેં પ્રમુખ પદ સંભાળ્યું ત્યારે કોંગ્રેસીઓ માટે દ્વાર બંધ રાખ્યા હતા. 4 વર્ષ આમ ચાલ્યું પણ પછી પાર્ટીએ નિર્ણય લીધો તેથી કોંગ્રેસની નાની મોટી તાકાત તોડવા ભાજપમાં પ્રવેશ અપાયો છે. રાજ્યમાં કોંગ્રેસના 60 હજાર કાર્યકરો ભાજપમાં ભળ્યાં છે. જેમાં 300 નાના મોટા હોદ્દેદારો, નેતાઓ છે અને આનાથી ભાજપની શક્તિમાં ઉમેરો થયો છે અને કોંગ્રેસને બૂથ માટે પણ કાર્યકર ન મળે તેવી સ્થિતિ થઈ છે.
કોંગ્રેસની નાની મોટી તાકાત તોડવા તેના નેતાઓ અને કાર્યકરોને ભાજપમાં પ્રવેશ અપાયો : સી આર પાટીલ
- originaltapimitra
- March 30, 2024
- 12:51 pm
રશિયાના દાગેસ્તાનમાં આતંકી હુમલો, 17ના મોત, 25 ઘાયલ
June 24, 2024
No Comments
કચ્છના દરિયાકિનારા બિનવારસી હાલતમાં 11 પેકેટ ચરસના મળ્યા
June 18, 2024
No Comments
તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના ભડભૂંજા ખાતે નિઃશુલ્ક મહા આરોગ્ય કેમ્પ યોજાયો
September 30, 2024
No Comments
ગુજરાતમાં તહેવારોના સમયમાં જીએસટીની આવકમાં વધારો નોંધાયો
November 4, 2024
No Comments
ભાજપે રાજ્યસભાની ચૂંટણી માટે 14 ઉમેદવારોના નામ જાહેર કર્યા, 13 નવા લોકો, માત્ર સુધાંશુ ત્રિવેદીનું પુનરાવર્તન.
February 12, 2024
No Comments