ખાવડા જંક્શન ખાતે CMએ કાફલો રોકાવીને ચાની કિટલી પર ચાની ચુસ્કીનો આનંદ માણ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાદગી ફરી જોવા મળી છે. જેમાં અરવલ્લીના ધનસુરા નજીક ચાની ચુસ્કી માણી છે. શીકા ચોકડી પાસે CMએ ચાની ચુસ્કી લીધી હતી. જેમાં કાંસાના વાટકામાં CM ભૂપેન્દ્ર પટેલે ચા પીધી હતી. આ તકે મંત્રી કુબેર ડિંડોર, ભીખુસિંહ પરમાર પણ જોડાયા હતા. સામાન્ય જનતાને પણ CM ભૂપેન્દ્ર પટેલ મળ્યા છે. અરવલ્લીના ધનસુરાના શીકા ચોકડી પાસે સીએમએ ચા પીધી હતી. જેમાં બાબા રામદેવ હોટલ પર ભૂપેન્દ્ર પટેલે ચાની ચુસ્કી લીધી હતી. કાંસાની વાટકામાં સીએમએ ચા પીધી હતી. તેમાં મંત્રી કુબેર ડિંડોર, ભીખુસિંહજી પરમાર પણ જોડાયા હતા. સામાન્ય જનતાને મુખ્યપ્રધાન મળ્યા હતા. CM ભૂપેન્દ્ર પટેલ તેના સૌમ્ય સ્વભાવ અને તેની સાદગી માટે જાણીતા છે. અગાઉ પણ CM ભૂપેન્દ્ર પટેલ કચ્છમાં ચાની કિટલી પર ચાની ચુસ્કી લેતા જોવા મળ્યા હતા. CMની ચાની ચુસ્કીનો વીડિયો પણ સામે આવ્યો હતો. ખાવડા જંક્શન ખાતે CMએ કાફલો રોકાવીને ચાની કિટલી પર ચાની ચુસ્કીનો આનંદ માણ્યો હતો. CMને એક સામાન્ય માણસની જેમ રસ્તા પર ચાની કિટલીએ ચા પીતા જોઈ લોકો તેમની આ સાદગીથી અભિભૂત થયા હતા.

 

error: Content is protected !!