ખેતરમાંથી રસ્તો પસાર થવા બાબતે મારામારી, વાલોડ પોલીસે સામસામે ફરિયાદ નોંધી

મનિષા એસ. સુર્યવંશી/તાપી : વાલોડનાં અંધાત્રી ગામે ખેતરમાંથી રસ્તો પસાર થવા બાબતે બે પક્ષ વચ્ચે મારામારી થયાનો બનાવ વાલોડ પોલીસ મથકે નોંધવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, વાલોડ તાલુકાનાં અંધાત્રી ગામનાં ખડી ફળિયામાં આવેલ ખેતરમાંથી રસ્તો પસાર થવા બાબતે કિશોરસિંહ દૌલતસિંહ સોલંકી, ભીખુભાઈ ભલાભાઈ આહીર અને સમીર ઉર્ફે સાવનભાઈ ભીખુભાઈ આહીર (ત્રણેય રહે.અંધાત્રી ગામ, તળ ફળિયું, વાલોડ)નાંઓ ગત તારીખ 09/01/2024નાં રોજ સવારનાં સમયે ખેતરમાંથી રસ્તો પસાર થવા બાબતે ત્રણેય વચ્ચે મારામારી શરૂ અને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. જયારે આ મારામારીમાં કિશોરસિંહ સોલંકી નાઓને જમણા હાથે કાંડાનાં ઉપરના ભાગે ઈજા પહોંચી હતી તેમજ ભીખુભાઈ આહીર નાંઓને પણ પગના ઘૂંટણનાં ભાગે ઈજા પહોંચી હતી. બનાવ અંગે વાલોડ પોલીસ મથકે બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધવામાં આવી હતી.

 

error: Content is protected !!