સોનગઢનાં ખેરવાડા ગામની સીમમાંથી ઉકાઈ-માંડવી સ્ટેટ હાઈવે રોડ પર ટ્રક અડફેટે રાહદારીનું ગંભીર ઈજાને કારણે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસ તપાસ શરૂ કરી હતી.
મળતી માહિતી મુજબ, સોનગઢનાં ભટવાડા ગામનાં નિશાળ ફળિયામાં રહેતા મહેશભાઈ જમનાભાઈ વસાવા નાંઓ ગત તારીખ 03/04/2024નાં રોજ ખેરવાડા ગામે આવેલ હતા અને દુકાનેથી ઘરે પરત જતાં હતા તે સમયે ખેરવાડા ગામની સીમમાંથી કોઈ અજાણ્યા ટ્રક ચાલકે પોતાના કબ્જાનું ટ્રક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી મહેશભાઈને પાછળથી ટક્કર મારી અકસ્માત સર્જાયો હતો જયારે આ અકસ્માતમાં મહેશભાઈને કાનમાં અને પેટના ભાગે તથા પીઠનાં ભાગે તેમજ પગે ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી તેમની વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું ટૂંકી સારવાર દરમિયાન તારીખ 05/04/2024નાં રોજ મોત નિપજ્યું હતું. જયારે આ અકસ્માત સર્જી ટ્રક ચાલક સ્થળ ઉપરથી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે નીતેશભાઈ જમનાભાઈ વસાવા નાંએ તારીખ 06/04/2024નાં રોજ ટ્રક ચાલક સામે સોનગઢ પોલીસ મથકે ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.