રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ખેતી કરતા ખેડૂતો અન્ય ખેડૂતોને પ્રેરિત અને પ્રોત્સાહિત કરવા મોડેલ ફાર્મ તૈયાર કરી રહ્યા છે. રાજ્ય સરકાર આ માટે ખેડૂતોને તાલીમ અને પ્રોત્સાહન આપી રહી છે. ૩૩ જિલ્લાઓમાં ૩,૦૮૨ મોડેલ ફોર્મ તૈયાર છે. સૌથી વધુ મહેસાણા જિલ્લામાં; ૧૫૮ મોડલ ફાર્મ છે. પાટણ, ભાવનગર, કચ્છ, સુરત, પંચમહાલ, અમરેલી અને ખેડા જિલ્લામાં ૧૦૦ થી વધુ મોડેલ ફાર્મ તૈયાર થયા છે.જાન્યુઆરી-૨૦૨૪ માં ૨.૩૬ લાખ ખેડૂતો અને ફેબ્રુઆરીની ૧૫ મી સુધીમાં વધુ ૬૩,૦૦૦ ખેડૂતોને તેમના ઘર આંગણે જઈને ક્લસ્ટરમાં તાલીમ આપવામાં આવી છે. છેલ્લા ત્રણ વર્ષમાં ૪૦ લાખથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી પદ્ધતિની તાલીમ આપવામાં આવી છે.
