બનાસની બેન તરીકે પ્રખ્યાસ ગેનીબેન ઠાકોર સતત ચર્ચામાં રહેતા હોય છે. તેમનો શંકર ચૌધરી સામેનો વિરોધ જગજાહેર છે. ગેનીબેન શંકર ચૌધરી સામે બેફામ બોલે છે, અને ન બોલવાનો કોઈ મોકો નથી છોડતા. ત્યારે ફરી એકવાર ચૂંટણી પ્રચારમાં બનાસની આ બેને શંકર ચૌધરી ઉપર આક્ષેપો કર્યા, અને બીજી તરફ, સાંસદ પરબત પટેલના વખાણ કર્યાં. ગેનીબેન ઠાકોર અને શંકર ચૌધરીનો વિરોધ જગજાહેર છે. ત્યારે થરાદના વાઘાસણમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી ઉપર કર્યા આક્ષેપ તો સંસદ પરબત પટેલના વખાણ કર્યા હતા.
ગેનીબેને ઠાકોરે શંકર ચૌધરી પર પ્રહાર કરતા કહ્યુ હતું કે, વહીવટી તંત્ર એ પ્રજાના કામ માટે છે તેમના પગારો પ્રજાના પૈસે થાય છે. પ્રજાના પ્રતિનિધિઓએ તો પ્રજાનું કામ કરવાનું હોય છે. ઘણા પ્રતિનિધિઓતો એવા ચૂંટાયા છે કે પોતાનું સ્ટેટ્સ અને વટ પાડવા જેમ વરરાજા વરઘોડો લઈને નીકળ્યો હોય તેમ કાફલો લઈને તલાટી, ટીડીઓ, મામલતદાર અને પોલીસને એ જ્યાં ગામડાઓમાં જાય ત્યાં લઈને જાય. ગેનીબેને આગળ કહ્યુ હતું કે, એટલે તાલુકા કક્ષાએ બધી ઓફિસો રેઢી પડી હોય. જેથી ગામડાઓ માંથી આવેલા લોકો ઓફિસોમાં આવીને પૂછે ક્યાં મળશે તલાટી, ટીડીઓ કે મામલતદાર એટલે જવાબ મળે કે એ તો અધ્યક્ષ આવ્યા હતા એટલે કાફલો ત્યાં ગયો છે. જેથી કંટાળીને આખો દિવસ બેસીને અરજદારો પાછા ઘરે જાય. આવું વહીવટી તંત્ર ન હોય. તો બીજી તરફ, આ જ સભામાં તેમણે સાંસદ પરબત પટેલના વખાણ કર્યા હતા.
તેમણે કહ્યું હતું કે, મારો લડાયક સ્વભાવ હંમેશા વહીવટી તંત્ર સામે લોકોના કામ માટે રહ્યો છે. મેં તો જાહેરમાં કહ્યું હતું કે જો પરબત પટેલને ટીકીટ આપતા હોય તો અમે કોઈ ઉમેદવાર નથી અમારે કોઈને લડવું નથી. જે કોઈ હશે એ ખીચડીમાં ઘી ઢોળાશે. પરબતભાઈ જે થાય એ લોકોના કામ કરશે પણ કોઈને નડશે તો નહીં. આટલી ગેરેટી તો પાકી હતી. ગેનીબેન ઠાકોર ડિપોઝીટ ભરવા માટે રૂપિયા ભરવાના મુદ્દે ફરી ચર્ચામાં આવ્યા છે. ગેનીબેને ડિપોઝીટ ભરવા માટે લોકો પાસેથી ફાળો માંગ્યો છે. ગેનીબેને પોતાના એકાઉન્ટમાં પૈસા નાખવા માટે QR કોડ સોશિયલ મીડિયામાં અપીલ કરતી પોસ્ટ મૂકી છે. આમ, લોકોએ આપેલા ફાળાના પૈસાથી ગેનીબેન ચૂંટણીની ડિપોઝીટ ભરશે.