છેલ્લા બે વર્ષથી કલોલ તાલુકાના કોંગ્રેસના સદસ્યોને વિકાસના કામોની ગ્રાન્ટ પેટે ફુડી કોડી પણ ફાળવવામાં આવી નથી

છેલ્લા બે વર્ષથી જિલ્લાના કલોલ તાલુકાના કોંગ્રેસના સદસ્યોને વિકાસના કામોની ગ્રાન્ટ આપવામાં આવી નહી હોવાનો સણસણતો આક્ષેપ વિપક્ષના નેતા રશ્મિનજી ઠાકોરે ગાંધીનગર જિલ્લા પંચાયતની બજેટની ખાસ સામાન્ય સભામાં કર્યો હતો. ઉપરાંત વર્ષ-2024-25ના બજેટને મંજુર કરીએ છીએ પરંતુ વિકાસના કામોની ગ્રાન્ટ કોંગ્રેસના સદસ્યોને ફાળવવામાં આવે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

ગાંધીનગર જિલ્લા પંચાયતની વર્ષ-2024-25ના બજેટને મંજુરી માટે ખાસ સામાન્ય સભા જિલ્લા પંચાયતના અધ્યક્ષ શિલ્પાબેન પટેલની ઉપસ્થિતિમાં યોજાઇ હતી. જોકે સામાન્ય સભામાં જિલ્લા પંચાયતના પ્રમુખે બજેટની રજુઆત કર્યા બાદ વિપક્ષના નેતા રશ્મિનજી ઠાકોરે એવો આક્ષેપ કર્યો હતો કે છેલ્લા બે વર્ષથી કલોલ તાલુકાના કોંગ્રેસના સદસ્યોને વિકાસના કામોની ગ્રાન્ટ પેટે ફુડી કોડી પણ ફાળવવામાં આવી નથી.

આથી છેલ્લા બે વર્ષથી કલોલ તાલુકાના કોંગ્રેસના સદસ્યો વિકાસના કામોની ગ્રાન્ટને લઇને અન્યાય સહન કરી રહ્યા છે. ત્યારે વર્ષ-2024-25નું ડ્રાફ્ટ બજેટને અમો કોંગ્રેસના સદસ્યો મંજુર રાખીએ છીએ. પરંતુ કલોલ તાલુકાના કોંગ્રેસના સદસ્યોને પણ વિકાસના કામોની ગ્રાન્ટ ફાળવવામાં આવે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. ઉપરાંત સામાન્ય સભામાં અયોધ્યામાં મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામની મૂર્તિ અને મંદિરના સ્થાપના બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આભાર પ્રસ્તાવને વિપક્ષના સદસ્યોએ ટેકો આપ્યો હતો.

error: Content is protected !!