જાનૈયાઓને ફૂડ પોઇઝનિંગ થવા મામલે AMCએ હોટલને 25 હજાર રુપિયાનો દંડ ફટકાર્યો

રાજપીપળાથી અમદાવાદમાં લગ્ન માટે જાન આવી હતી. જાનૈયાઓને અમદાવાદના નિકોલ વિસ્તારમાં જ્યાં લગ્ન હતા ત્યાં હોટલ મેરી ગોલ્ડમાં ભરપેટ જમણવાર પણ કરાવવામાં આવ્યો હતો. જોકે જાન લગ્ન વિધી પતાવીને પરત ફરી ત્યારે જાણે કે મુસિબત સર્જાઈ ગઈ હતી. જાનૈયાઓને નડિયાદમાં સારવાર માટે દાખલ કરવા પડ્યા હતા. કેટલાક જાનૈયાઓને ફૂડ પોઇઝનિંગની અસર થવાને લઈ સારવાર આપવામા આવી હતી. આ ઘટના બાદ અમદાવાદ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા હોટલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતુ. જ્યાં હોટલમાં ચેકિંગ કરી કોર્પોરેશનની ફૂડ વિભાગની ટીમે મેરી ગોલ્ડ હોટલને 25 હજાર રુપિયાનો દંડ ફટકાર્યો હતો. ફૂડ પોઇઝનિંગ માટે દૂધની બનાવટની ખાદ્ય ચિજોને લઈ થઈ હોવાને લઈ પ્રાથમિક રીતે માનવામાં આવી રહ્યુ છે. આ માટે કેટલીક આવી વાનગીઓના સેમ્પલ લઈને તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે.

error: Content is protected !!