જેતપુર કોર્ટે ઠગાઈના કેસમાં એક દોષિતને 5 વર્ષની સજા ફટકારી

રાજકોટની જેતપુર કોર્ટે ઠગાઈના કેસમાં એક દોષિતને 5 વર્ષની સજા ફટકારી હોવાનું સામે આવ્યુ છે. કોર્ટે દોષિત બકુલ પરમાર નામના શખ્સને છેતરપિંડીના કેસમાં 5 વર્ષની કેદની સજા અને દંડ પણ ફટકાર્યો છે. આ દોષિત શખ્સે 18 જાન્યુઆરી 2022એ મામલતદારના ખોટા સહી-સિક્કા કરીને 3 લોકોને છેતર્યા હતા. તેમજ ત્રણેય વ્યક્તિ પાસેથી રૂપિયા 21 લાખ પડાવી લીધા હતા. દોષિત બકુલ પરમારે ફરિયાદીને ભરડીયાની લીઝ અપાવવા અને રાશનકાર્ડની દુકાનનું લાયસન્સ અપાવવાની લાલચ આપી હતી. આ સરકારી કચેરીમાં પૈસા ભરવા હોવાનું કહીને પડાવ્યા હતા. 21 લાખ જે બાદ મામલતદારના ખોટા સહી-સિક્કાવાળી રસીદ પણ આપી હતી. આ કેસમાં સરકારી વકીલની દલીલના આધારે દોષિતને 5 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે.

error: Content is protected !!