ટ્રક એમ્બ્યુલન્સ સાથે અથડાતાં 3 નાં કમકમાટી ભર્યા મોત

રાજ્યમાં માર્ગ અકસ્માતની વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે ચોટીલા – રાજકોટ હાઇવે પર આપા-ગીગાના ઓટલા નજીક ટ્રક પાછળ એમ્બ્યુલન્સની ધડાકાભેર ટક્કર થઈ હતી, ઘટનાસ્થળ પર જ એમ્બ્યુલન્સમાં સવાર ત્રણ લોકોના મોત નિપજ્યા હતા. ચોટીલાથી દર્દીને રાજકોટ સારવાર માટે લઈ જવામાં આવી રહ્યો હતો તે દરમ્યાન અકસ્માત સર્જાયો હતો. જો કે આ ઘટનામાં દર્દીનો જીવ બચ્યો હતો. અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

આ ઘટનાની પોલીસને જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પરંતુ દર્દીની સાથે રહેલા ત્રણ લોકોના ઘટના સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યા હતો. અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક મૂકીને ફરાર થયો હતો. અકસ્માતમાં મૃત્ય પામેલાઓમાં એક પુરુષ અને બે મહિલાઓ છે. મૃતકોના મૃતદેહોને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને અકસ્માતનો ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી હતી.

error: Content is protected !!