ટ્રાફિક બ્રિગેડના જવાને દારૂના નશામાં અકસ્માત સર્જયો

રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવી છે. ત્યારે રાજકોટમાં પણ અકસ્માતની ઘટના સામે આવી છે. રાજકોટમાં ટ્રાફિક બ્રિગેડ જવાનનો એક વીડિયો વાયરલ થયો છે. રાજકોટના ગોંડલ રોડ ફાટક પાસેનો વીડિયો વાયરલ થયો છે. જેમાં બાઈક પર સવાર ટ્રાફિક બ્રિગેડના જવાને અકસ્માત સર્જ્યો છે. ટ્રાફિક બ્રિગેડના જવાને દારૂના નશામાં અકસ્માત સર્જયો હતો. જયદીપ પરમાર નામ ટ્રાફિક જવાને અકસ્માત સર્જયો હતો. જેમાં તેમને માથાના ભાગમાં ઈજા થઈ હતી. જેના પગલે સ્થાનિક લોકોએ તાત્કાલિક ધોરણે ટ્રાફિક જવાને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડ્યો હતો. જો કે આ વીડિયોની GNS પુષ્ટી કરતુ નથી.

error: Content is protected !!