તાપી જિલ્લા માહિતી અધિકારી નીનેશભાઈ છગનભાઈ ભાભોર એ મીડિયાની ગાઈડલાઈન પ્રમાણે જરૂરી દસ્તાવેજો ન નિભાવતા કેટલાક પત્રકારો સહિત યુટ્યૂબરો સામે કાર્યવાહી કરી હતી. જેને લઈ કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. જે અંગે સોશિયલ મીડિયા વ્હોટ્સએપમાં પણ તેમણે અનેક વાર વેદના વ્યક્ત કરી હતી. જે દરમિયાન કેટલાક લોકો ધાકધમકી પણ આપતા હતા.
જે બાબતે વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ સહયોગ ન મળતા તારીખ 19/05/2024નાં રોજ બપોરનાં સમયે વ્હોટેસએપ પર મીડિયાના એક ગ્રુપમાં નીનેશભાઈ ભાભોરે, ‘મારા સાથી અધિકારીઓ અને પત્રકારોની માફી માંગુ છું’ એમ લખી સ્યુસાઈડ કરી રહ્યો છું એવો મેસેજ કરતા જિલ્લા વહીવટી તંત્ર ચોંકી ગયું હતુ અને સાથોસાથ મીડિયાનાં લોકો પણ ચિંતિત થયા હતા અને તાપી પોલીસ વિભાગ સહિત તંત્ર દોડતું થયું હતુ અનેશોધખોળ આરંભી હતી.દરમિયાન માહિતી અધિકારી નીનેશભાઈ ભાભોરના મોબાઈલનું લોકેશન કરતા ડોલવણ પાસેનું જણાઈ આવ્યું હતું,તપાસ દરમિયાન ડોલવણમાં ડોલવણ પોઇન્ટ નામના કોમ્પ્લેક્સ પાસેથી પોલીસે તેમને શોધી કાઢ્યા હતા.ત્યારબાદ પોલીસ અધિક્ષકની કચેરીએ લાવતા જાણવા મળ્યું હતું કે,ખોટા પત્રકારિત્વ ધરાવતા પત્રકારો તથા ભાજપના એક મીડિયા ક્વીનર સહીત બીજા સાતથી આઠ પત્રકારો દ્વારા માનસિક રીતે હેરાન-પરેશાન કરતા હોવાને કારણે કંટાળી જઈને સ્યુસાઇડ કરવાનો મેસેજ મુક્યો હતો.
એટલું જ નહીં માહિતી અને પ્રસારણ વિભાગના અમુક અધિકારીઓ મને સાથ આપવાની જગ્યાએ ખોટા પત્રકારોને જેમનું પેપર નહોય તથા વેબચેનલ ચલાવતા હોય તેવા સામે કાર્યવાહી કરતા હું જયારે બોલવા ગયો ત્યારે મારી સામે અરજી,આવેદનપત્ર આપી કાવતરું રચ્યું અને મારું ખાતું અને પત્રકાર જગતના અમુક મિત્રોએ મને સાથ ન આપ્યો ત્યારે હું ભાંગી ગયો અને આત્મહત્યાનો મેસેજ મુક્યો હતો.કેટલાક લોકોના હેરેસમેન્ટ દરમિયાન માહિતી વિભાગનાં ઉચ્ચ અધિકારીઓનો સહયોગ ન મળતા નાસીપાસ થઈને મેસેજ કર્યાનું જણાવ્યું હતુ. આમ, પોલીસે માહિતી અધિકારી નીનેશભાઈ છગનભાઈ ભાભોરનું નિવેદન લઇ આગળ તપાસ હાથ ધરી હતી.