તાપી જિલ્લામાં ચોરટાઓ બેખૌફ બન્યા છે,જાણે કાયદાનો ડર જ રહ્યો નહોય તેમ ચોરીની ઘટનાઓને સફળ અંજામ આપી રહ્યા છે, સોનગઢ અને વાલોડ વિસ્તારમાં બે જુદીજુદી ચોરીની ઘટનાઓને ચોરટાઓએ સફળ અંજામ આપ્યો હોવાનો બનાવ પોલીસ ચોપડે રજીસ્ટર થયા છે.
મળતી માહિતી મુજબ સોનગઢ તાલુકાના વેલઝર ગામના ચંડી ફળીયામાં રહેતા અને ખેતીનું કામ કરતા રંગજીભાઈ મોતિયાભાઈ ગામીતના ઘરમાં તા.૧૧મી જાન્યુઆરી ૨૦૨૪ નારોજ કોઈ ચોર ઇસમે ઘરમાં પ્રવેશ કરી કબાટમાં બે પતરાના ડબ્બામાં બચત માટે ભેગા કરેલ અંદાજીત રૂપિયા ૪૦ હજાર કોઈ અજાણ્યા ચોર ઇસમ ચોરી કરી નાસી છુટ્યો હતો બનાવ અંગે રંગજીભાઈ ગામીતે સોનગઢ પોલીસ મથકે ફરિયાદ આપી છે.
જયારે ચોરીના બીજા બનાવમાં વાલોડ તાલુકાના ગોલણ ગામના ખાખરી ફળીયામાં રહેતા નિવૃત વનકર્મી રંજનકુમાર લાલસીંગભાઈ પટેલના બંધ મકાનનું તા.ચોથી જાન્યુઆરી ૨૦૨૪ નારોજ મકાનની બારી ખોલી-બારીમાં ફીટ કરેલ લોખંડની ગ્રીલ કોઈ સાધન વડે તોડી અજાણ્યા ચોરટાઓ મકાનમાં પ્રવેશ્યા હોય બેડરૂમમાં મુકેલ કબાટનો દરવાજો અને તિજોરી તોડી તેમાં મુકેલ ૧,૧૦,૦૦૦/- (એક લાખ દશ હજાર) ચોરી કરી અજાણ્યા ચોરટાઓ નાસી છુટ્યા હતા. બનાવ અંગે રંજનકુમાર પટેલે વાલોડ પોલીસ મથકે ફરિયાદ આપી હતી.પોલીસે ફરિયાદના આધારે તા.૧૨મી જાન્યુઆરી ૨૦૨૪ નારોજ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.