નિઝર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બિનવારસી લાશ મળી આવી

તાપી જિલ્લાના નિઝર તાલુકા પોલીસ સ્ટેશન પાર્ટ AD-06/2024 CRPC કલમ ૧૭૪ મુજબ તા.૨૫/૦૪/૨૦૨૪ ના ક.૧૩:૩૦ વાગ્યે દાખલ થયેલ ફરિયાદ અનુસાર એક અજાણ્યો ઈસમ (પુરૂષ) કે જે મરણ ગયેલ હોય, જેનું નામ સરનામુ મળી આવેલ નથી. અજાણ્યા ઈસમના વર્ણન જે આશરે ૪૫ થી ૪૮ વર્ષનો શરીરે મધ્યમ બાંધાનો રંગે ઘઉં વર્ણનો આશરે ૫ ફૂટ ૫ ઈંચ ઉંચાઈ, ડાબી આંખની નીચેના ભાગે મસાનું નિશાન છે. તેનો પહેરવેશ શરીરે બ્લુ કલરની ટુંકી બાંયનું ટી શર્ટ, કમરે બ્લુ કલરનું નાઈટ પેન્ટ પહેરેલ છે. જયારે આ અજાણ્યા ઈસમનો મૃતદેહ જુના સજીપુર ગામની સીમમાં તાપી નદીના પાણીના કિનારે થાણાથી ઉત્તરે ૧૦ કિ.મી. ટાઉન બીટ નિઝર પોલીસ સ્ટેશનની હદમાંથી મળી આવેલ, જે અસ્થિર મગજનો હોવાના કારણે ગામમા, આવર-નવાર રખડતો લોકોને જોવામાં આવતો હતો. જુના સજીપુર ગામની સીમમાં નંદાદેવી માતાના મંદિર પાસે કકદાચ હાથ પગ ધોવા કે પાણી પીવા જતા તેનો પગ લપસી જવાથી ઉંડા પાણીમાં ડુબી જવાથી મરણ ગયેલ હોવાની નોંધ નિઝર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલ છે. મરણ જનારના વાલી-વારસો મળી આવે તો જિલ્લા પોલીસ કંટ્રોલરૂમ, તાપી ફોન નંબર- ૦૨૬૨૬-૨૨૧૫૦૦, નિઝર પોલીસ સ્ટેશન ફોન નં.૦૨૬૨૮-૨૩૧૧૧૨ તેમજ તપાસ કરનાર અધિકારી પો.સ.ઈ.પી.એમ.હઠીલા નિઝર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવામાં જણાવવામાં આવ્યું છે.

error: Content is protected !!