પવિત્ર યાત્રાધામ અંબાજીમાં પાંચ દિવસીય ગબ્બર પરિક્રમા મહોત્સવ પૂર્ણ

યાત્રાધામ અંબાજી ખાતે પાંચ દિવસીય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાયો હતો. પ્રતિ વર્ષ ત્રણ દિવસીય પરિક્રમા મહોત્સવ ઉજવાય છે. જેની સામે આ વર્ષે પાંચ દિવસીય આયોજન કરવામાં આવ્યુ હતુ.

આ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તોએ અંબાજીમાં ગબ્બર પરિક્રમા મહોત્સવનો લાભ લીધો હતો અને ધન્યતા અનુભવી હતી. પાંચ દિવસના મહોત્સવમાં 13 લાખ કરતા વધારે શ્રદ્ધાળુઓએ લાભ લીધો હતો. 12 ફેબ્રુઆરીથી અંબાજી ખાતે ગબ્બર પરિક્રમા મહોત્સવ શરુ થયો હતો. 16 ફેબ્રુઆરીએ અંતિમ દિવસે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. શ્રદ્ધાળુઓ માટે એસટી બસ, પ્રસાદ, વિસામો અને શુદ્ધ પાણી સહિત આરોગ્યની વ્યવસ્થાઓ વિશેષ રીતે રાખવામાં આવી હતી. એસટી નિગમે પણ 750 બસ રુટ દોડાવ્યા હતા

error: Content is protected !!