રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે પોરબંદરની ખાનગી સ્કૂલ બસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ખાનગી સ્કૂલ બસમાં વિદ્યાર્થીઓને લઈને જતા હતા તે સમયે દરમિયાન આગ લાગી છે. બેટરીમાં અચાનક શોર્ટસર્કિટ થતા આગ લાગી હતી. બસમાં સવાર તમામ વિદ્યાર્થીઓનો બચાવ કરવામાં આવ્યો છે. તેમજ ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો છે. બીજી તરફ આ અગાઉ સુરતના અડાજણ વિસ્તારમાં પાર્ક કરેલી એક કાર અચાનક સળગી ઉઠતા દોડધામ મચી ગઈ હતી. કારમાં લાગેલી આગને કાબુમાં લેવા ફાયર બ્રિગેડની મદદ લેવાની ફરજ પડી હતી. સૂત્રો અનુસાર આ કાર ઘણા સમયથી પાર્ક હતી જેમાં અચાનક આગ લાગી હતી. ગણતરીની પળોમાં કાર અગનગોળામાં પરિવર્તિત થઈ ગઈ હતી.
પોરબંદરની ખાનગી સ્કૂલ બસમાં બેટરીમાં અચાનક શોર્ટસર્કિટ થતા આગ લાગી
- originaltapimitra
- February 15, 2024
- 9:10 pm
ભાવનગરની બજારમાં લીંબુનો ભાવ 200 રૂપિયા સુધી આંબી ગયો
April 1, 2024
No Comments
હેમંતની ધરપકડ પર સિબ્બલ ભડક્યા
February 5, 2024
No Comments
સુપ્રીમ કોર્ટે આધ્યાત્મિક ગુરુ જગ્ગી વાસુદેવનાને મોટી રાહત આપી,વિગતે જાણો
October 3, 2024
No Comments
વેકેશનમાં જાણીતા સ્થળોની 1.35 કરોડથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી
July 4, 2024
No Comments
15 માર્ચ પછી Paytm ની આ સેવાઓ બંધ થઇ જશે,વિગતે જાણો
March 14, 2024
No Comments