પ્રોપર્ટી માટે સંબંધો તાર તાર થઈ ગયાં : અમદાવાદમાં સગી મા એ 2 દીકરા અને વહુઓ સામે ફરિયાદ નોંધાવી

અમદાવાદમાં સગી મા એ 2 દીકરા અને વહુઓ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પ્રોપર્ટી માટે હાલમાં સંબંધો તાર તાર થઈ રહ્યાં છે. દીકરા અને વહુઓ સામે મા એ નોંધાવેલી ફરિયાદમાં ઉલ્લેખ છે કે દીકરાઓ દીકરી અને જમાઈને પણ પરેશાન કરે છે. આ કેસમાં પોલીસે હવે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ફરિયાદની વિગતો એવી છે કે,  મારૂ નામ જતનબેન છગનભાઇ દેસાઈ ઉવ-૬૨ ધંધો-ઘરકામ રહે-૧૩ પ્રકાશ પાર્ક સોસાયટી કોમર્સ છ રસ્તા પાસે નવરંગપુરા અમદાવાદ શહેરમાં રહું છું.  મારા પતિ છગનભાઈ નાઓ ગઈ તા- ૧૧/૦૯/૨૦૨૩ ના રોજ અડાલજ કેનાલમાં પડી આત્મહત્યા કરી મરણ ગયા છે. મારે સંતાનમાં બે દિકરાઓ છે જેમાં મોટો દિકરો દિનેશભાઈ છગનભાઈ અને નાનો દિકરો રમેશ છે અને તેનાથી નાની દિકરી શિલ્પા છે.

એક મા સગા દીકરા સામે ફરિયાદ નોંધાવે એની તો કલ્પના કરવી જ મુશ્કેલ છે. આ કેસમાં એક મા એ કઠણ કાળજુ રાખીને ફરિયાદ નોંધાવી છે. જેમાં વિગતો છે કે મારો મોટો દીકરો દિનેશ છગનભાઈ રબારી તેની વહુ લલીતા દિનેશભાઇ રબારી બન્ને રહે-ફ્લેટ નં-૨૦૨ બીજો માળ એન્જલ ડીવાઈન ફ્લેટ કોમર્સ છ રસ્તા નવરંગપુરા અમદાવાદ તથા રમેશ છગનભાઈ રબારી (નાનો દિકરો) તથા તેની વહુ સુરેખા રમેશભાઈ રબારી બન્ને રહે- પહેલો માળ, ૧૩ પ્રકાશ પાર્ક સોસાયટી કોમર્સ છ રસ્તા પાસે નવરંગપુરા અમદાવાદ શહેર ખાતે રહે છે. મારા દિકરા (૧) દિનેશભાઈ છગનભાઇ (૨) રમેશભાઈ છગનભાઈ તથા તેઓના પત્નીઓ (૩) લલીતાબેન દિનેશભાઈ અને (૪) સુરેખાબેન રમેશભાઈ છેલ્લા વીસેક વર્ષથી અમે હાલ જે મકાનમાં રહીએ છીએ તે મકાનના પહેલા માળે રહેતા હોય તેમજ આ મારા બન્ને દિકરાના લગ્ન કરેલા છે તે બન્ને સગી બહેનો છે.

જેથી મારા દિકરાઓ તથા વહુઓ અવાર નવાર જ્યારે મારા પતિનાઓ હયાત હતા તે સમયે આ અમારૂ મકાન તેઓના નામે કરી આપવાની ધમકીઓ આપતા હતા અને તેઓના નામે મકાન નહી કરો તો અમને ગમે ત્યારે મારી નાખીશું અને આપઘાતમાં ખપાઈ નાખીશું તેવી ધમકીઓ આપતા  હતા. મારા પતિનાઓ હયાત હતા તે દરમ્યાન આ મારા દિકરાઓ (૧) દિનેશભાઇ છગનભાઇ (૨) રમેશભાઇ છગનભાઈનાઓ તેમને કહેતા કે આ ડોસો અને ડોસી જલ્દી મરી જાય તો સારૂ જેથી મકાન અમારા નામે કરી લઇએ. અમે હાલ જે મકાનમાં રહીએ છીએ તે મકાનમાં મારા દિકરા રમેશ છગનભાઈ નાઓએ કેમેરા મુકેલ હોય જેથી કોઈ અમોને મળવા માટે આવે ત્યારે કેમેરામાં જોઇ જે કોઈ મળવા માટે આવે તો તેમને ફોન કરી ધમકીઓ આપે છે અને અમોને મળવા દેતા નથી.

અમારા દિકરા અમોને સારી રીતે રાખતા પણ ન અને હેરાન પરેશાન કરતા હોવાથી તેઓના ત્રાસથી કંટાળી મારા પતિ નાઓએ ગઈ તા- ૧૧/૦૯/૨૦૨૩ ના રોજ અડાલજ કેનાલમા પડી આત્મહત્યા કરી લીધી હતી. દીકરાઓ તથા વહુઓ મને હેરાન પરેશાન કરતા હોય અને કહે છે કે હવે આ ડોસો તો મરી ગ્યો તું પણ મરી જા જેથી આ મકાન અમારા નામે કરી લઈએ અને જીવ ન ચાલતો હોય તો કેનાલે ઉભી રહે અમો ધક્કો મારી દઈશું તેમ કહી હેરાન પરેશાન કરતા હોય અને ધમકીઓ આપતા હોય. અને મારા દિકરા નાઓએ મારા પતિનો મરણનો દાખલો પિરાણા ખાતેથી લઈ લીધેલ હોય જે મરણનો દાખલો પણ મને આપતા ન હોય અને તેઓની પાસે જ રાખી લીધો છે.

મારા દિકરા અને વહુઓ મારી દિકરી તથા મારા જમાઇનાઓ અમાર ઘરે આવતા જતા હોય તેઓને પણ ધમકીઓ આપતા હોય તેમજ જ્યારે મારા પતિનાઓ કેનાલમા પડી મરણ ગયા છે. તે દરમ્યાન હુ તથા મારા મારી દિકરી શીલ્પા તથા મારા જમાઈ અલ્પેશનાઓ અડાલજ કેનાલ ખાતે ગયા હતા તે દરમ્યાન આ મારા દિકરા રમેશ અને દિનેશે મારા જમાઇ અલ્પેશનાઓનો કોલર પકડી ધમકીઓ આપવા લાગ્યા હતા કે તું અહિંયાં શું કામ આવ્યો છે અહિંયાથી જતો રહે તેવું કહી તેમને કાઢી મુક્યા હતા. મારા પતિના અવસાન બાદ મારી દિકરી શીલ્પા તથા તેની દિકરી અને દિકરો મારા ઘરે રહે છે અને અમારા જમાઇ અલ્પેશ અવાર નવાર મારા ઘરે મારી ખબર અંતર પુછવા આવે આવે છે. આજથી દસ દિવસ અગાઉ જમાઇ અમારી ખબર કાઢવા માટે આવ્યા હતા. તે સમયે મારો દિકરો દિનેશ અને રમેશ મારા જમાઈને મારવા માટે દોડેલા અને હાથ પગ ભાગી નાખવાની ધમકી આપી હતી. જેથી મા એ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં આ બાબતેની ફરિયાદ નોંધાવી હતી.

error: Content is protected !!