20 ટીમો સાથે શરૂ થયેલા આ સંગ્રામમાં હવે માત્ર 4 ટીમ જ સેમીફાઈનલમાં પહોંચી શકી છે. ભારતીય અંડર-19 ટીમ અને પાકિસ્તાનની અંડર-19 ટીમ સેમિફાઈનલ માટે ગ્રુપ-એમાંથી ક્વોલિફાય થઈ ગઈ છે. ગ્રુપ બીમાંથી, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાની અંડર 19 ટીમો સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. ટીમ ઈન્ડિયા અંડર 19 વર્લ્ડ કપ 2024ની સેમીફાઈનલમાં યજમાન દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે.
ટુર્નામેન્ટની પ્રથમ સેમિફાઇનલ મેચ ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમો વચ્ચે રમાશે. આ મેચ 6 ફેબ્રુઆરીએ સહારા પાર્ક વિલોમૂર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે શરૂ થશે. જ્યારે, ટોસ બપોરે 1:00 વાગ્યે થશે. આ મેચ ભારતમાં સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. આ મેચનું લાઇવ સ્ટ્રીમિંગ ડિઝની પ્લસ હોટસ્ટાર પર થશે. ભારતીય ચાહકો આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ Hotstar પર ફ્રીમાં જોઈ શકે છે.
આ માટે સબસ્ક્રિપ્શનની જરૂર રહેશે નહીં. અંડર-19 વર્લ્ડ કપ 2024માં ભારત હજુ સુધી એક પણ મેચ હાર્યું નથી. ટીમ ઈન્ડિયાએ ગ્રુપ સ્ટેજની પ્રથમ ત્રણ મેચ જીતીને સુપર-6 માટે ક્વોલિફાય કર્યું હતું. ટીમ ઈન્ડિયાએ સુપર-6માં પણ 2 મેચ રમી અને બંને મેચ જીતીને સેમીફાઈનલમાં જગ્યા બનાવી. હવે ટીમની નજર તેના છઠ્ઠા ટાઈટલ પર છે. ટીમ ઈન્ડિયાએ સૌથી વધુ 5 વખત અંડર-19 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. ભારતીય ટીમે 2000, 2008, 2012, 2018 અને 2022માં અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો છે.