બાજીપુરામાં હડકાયા શ્વાનનો આતંક : ૧૦થી વધુ લોકોને બચકા ભર્યા

વાલોડના બાજીપુરામાં હડકાયેલા શ્વાને આતંક મચાવીને ૧૦થી વધુ લોકોને બચકાં ભરી લીધા હોવાનું જાણવા મળ્યું છે,ઈજાગ્રસ્તોને વિવિધ સ્થળોએ દવાખાને ખસેડવામાં આવ્યાં હતાં.

બાજીપુરા ગામમાં શ્વાનોનું રસીકરણ થયું છે કે કેમ ?? તે એક વિચારવા જેવી બાબત છે,કારણ કે હવે અન્ય શ્વાનને પણ હડકવા થવાની શક્યતાઓ હોય ગ્રામજનોમાં ભય ફેલાયો છે.

બાજીપુરામાં આજે હડકાયેલા શ્વાને એક વ્યક્તિને પગના ભાગે બચકા ભરી લીધા હતા.આ વ્યક્તિને ગંભીર હાલતમાં વ્યારાના જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

એટલું જ નહીં આ હડકાયેલા શ્વાને ગામના અન્ય શ્વાનને પણ બચકા ભર્યા હોવાથી ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. અહીંના જુદાજુદા વિસ્તારમાં છેલ્લા ત્રણ – ચાર દિવસમાં ૨ મહિલા સહિત ૧૦થી વધુ લોકોને આ હડકાયેલા શ્વાને બચકા ભર્યા હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.

error: Content is protected !!