બીગ બોસ : આખરે સ્ટેન્ડ અપ કોમેડિયન મુનવ્વર ફારુકી બિગ બોસની 17મી સિઝન જીત્યો

દેશભરમાં લોકો જે ક્ષણની રાહ જોઇ રહ્યા હતા તે ક્ષણ આવી ગઇ અને બિસ બોસ 17ની સિઝનના ગ્રાન્ડ ફિનાલેમાં પરિણામો પણ જાહેર થઈ ગયા. ટોપ-2માં મુનવ્વર ફારુકી અને અભિષેક કુમાર પહોંચ્યા હતા પરંતુ આખરે સ્ટેન્ડ અપ કોમેડિયન મુનવ્વર ફારુકી બિગ બોસની 17મી સિઝન જીતી ગયો હતો. સલમાન ખાને તેના નામની જાહેરાત કરી હતી.

ટ્રોફી પોતાના નામે કરી હતી. તેને પ્રાઈઝ મની તરીકે 50 લાખ રૂપિયા અનેક એક કાર મળી હતી. બિગ બોસ 17ની થીમ દિલ, દિમાગ અને દમ પર આધારિત એક શાનદાર ટ્રોફી તેને એનાયત કરવામાં આવી હતી. મુનવ્વરની શરૂઆતની ગેમ શાનદાર રહી હતી. મનારા ચોપડા, રિંકુ અને જિગ્ના સાથે તેની મિત્રતા પણ ભારે ચર્ચામાં રહી હતી. મિત્રતાને લઈને ઝઘડા પણ ચર્ચામાં રહ્યા અને મનારા સાથેની મિત્રતા સામે પણ સવાલો ઊઠ્યાં હતાં.

મુનવ્વર ફારુકીએ શૉમાં ખુલાસો કર્યો હતો કે તેના એકવાર તલાક થઇ ચૂક્યા છે અને તેનો એક દીકરો પણ છે. ગર્લફ્રેન્ડ નાજિલા સાથેના રિલેશનનો પણ ઘટસ્ફોટ થયો હતો. ઘરમાં જ્યારે આયશાની એન્ટ્રી થઇ તો મુનવ્વરની ગેમ જ પલટી ગઇ હતી. આયશાએ સ્પષ્ટતા કરી હતી કે તે તેની ગર્લફ્રેન્ડ છે અને મુનવ્વર ફારુકી તેની પર્સનલ લાઈફ અંગે જુઠ્ઠું બોલી રહ્યો છે. આયશાએ તેના પર ટુ ટાઈમિંગનો આરોપ મૂક્યો હતો. આ તમામ આરોપોથી ભાંગી પડેલા મુનવ્વરે ટીવી પર જ સૌની માફી માગી હતી અને પછી દમદાર વાપસી કરી હતી. મુનવ્વર અગાઉ રિયાલિટી શૉ લૉકઅપમાં પણ વિનર રહી ચૂક્યો છે.

error: Content is protected !!