HBL પાવર સિસ્ટમ લિમિટેડ જુદા-જુદા પ્રકારની બેટરી, ઈ-મોબિલિટી અને અન્ય પ્રોડક્ટનું ઉત્પાદન અને સર્વિસિસ કરે છે. રેલ્વે ઈલેક્ટ્રોનિક્સ કંપનીમાં ફ્લેગશિપ પ્રોડક્ટ્સ, સલામતી માટે TCAS (ટ્રેન અથડામણ ટાળવાની સિસ્ટમ) અને કાર્યક્ષમ ટ્રેક ઉપયોગ માટે TMS (ટ્રેન મેનેજમેન્ટ સિસ્ટમ) છે.
આ ઉપરાંત કંપની ફાઈટર એરક્રાફ્ટ, માનવ રહિત હવાઈ વાહનો, સબમરીન પ્રોપલ્શન સિસ્ટમ, ટોર્પિડો, યુદ્ધ ટેન્ક, મિસાઈલ, આર્ટિલરી ફ્યુઝ અને સપ્લાય માટે બેટરીનું ઉત્પાદન કરે છે. HBL પાવર સિસ્ટમના શેર 7 ફેબ્રુઆરીના રોજ 15.60 રૂપિયાના વધારા સાથે બંધ થયા હતા. શેર 539 ના સ્તર પર ખુલ્યો હતો અને 565 ના હાઈ લેવલ પર પહોંચ્યો હતો. શેર 2.91 ટકાના વધારા સાથે 551.60 રૂપિયા પર બંધ થયો હતો.
HBL પાવર સિસ્ટમના શેરે છેલ્લા 6 મહિનામાં ઈન્વેસ્ટર્સને 327.60 રૂપિયાનું વળતર આપ્યું છે. શેર 6 માસમાં 146.25 ટકા વધ્યો હતો. જે ઈન્વેસ્ટરે એક વર્ષ પહેલા રોકાણ કર્યું હતું તેઓને હાલ 474.58 ટકાનું મલ્ટીબેગર રિટર્ન મળ્યું છે. કંપનીએ 1 વર્ષ દરમિયાન 455.60 રૂપિયાનું વળતર આપ્યું છે. HBL પાવર સિસ્ટમના શેરે છેલ્લા 5 વર્ષમાં 387.60 ટકાનું રિટર્ન આપ્યું છે. 8 ફેબ્રુઆરી, 2019 ના રોજ શેરના ભાવ 23.90 રૂપિયા હતા. જે રોકાણકારોએ 1 લાખ રૂપિયાના શેર ખરીદ્યા હોય તો 4,184 શેર આવે.
આજના ભાવ પ્રમાણે ગણતરી કરીએ તો 4,184 શેર X 551.60 રૂપિયા = 23,07,894 એટલે કે 23.08 લાખ રૂપિયા થાય. HBL પાવર સિસ્ટમમાં પ્રમોટર્સ હોલ્ડિંગ 59.1 ટકા છે, જ્યારે પબ્લિક હોલ્ડિંગ 37.8.4 ટકા છે. કંપનીમાં કુલ 2.42,385 શેરહોલ્ડર્સ છે. કંપનીનું કુલ માર્કેટ કેપ 15,274 કરોડ રૂપિયા છે, જ્યારે દેવું 37.8 કરોડ રૂપિયા છે. કંપનીનો ટેક્સ બાદનો નફો 237 કરોડ રૂપિયા છે. કંપનીની બોર્ડ મીટીંગમાં કુલ 175 કરોડ રૂપિયાના ચાલુ વર્ષના ખર્ચ માટે મંજૂરી આપી હતી. જેમાંથી 60 કરોડ રૂપિયાનું રોકાણ લિથિયમ Ion Cell ના પ્રોડક્શન પ્લાન્ટ માટે કરવામાં આવશે.