ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ ટૂંક સમયમાં ભારતના રસ્તા અમેરિકા જેવા બની જશે. ભારત સરકાર દેશના રોડ અને હાઈવેને સુધારવા માટે દિન-પ્રતિદિન કામ કરી રહી છે. સાથે જ એ દિવસ દૂર નથી જ્યારે ભારતના રસ્તા અમેરિકા જેવા થઈ જશે. આ વાત અમે નહીં પરંતુ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ જ કહી છે. ગડકરીએ એક કાર્યક્રમમાં કહ્યું કે દેશને વિકસિત દેશ બનાવવાના લક્ષ્યને હાંસલ કરવામાં રસ્તાઓની મહત્વની ભૂમિકા છે. તેમણે કહ્યું છે કે ભારતના રસ્તા ક્યારે વિશ્વમાં નંબર વન બનશે.
આ વર્ષના અંત સુધીમાં ભારતનું રોડ નેટવર્ક અમેરિકા જેટલું જ ચમકદાર હશે. કેન્દ્ર સરકાર દેશભરમાં 36 એક્સપ્રેસ હાઇવે બનાવી રહી છે, જે વિવિધ શહેરો વચ્ચેના મુસાફરીના સમયમાં નોંધપાત્ર ઘટાડો કરશે. તેમણે કહ્યું કે દિલ્હીથી ચેન્નાઈને જોડતા હાઈવે પ્રોજેક્ટના નિર્માણથી બંને શહેરો વચ્ચેનું અંતર 320 કિમી ઘટી જશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આસામના નુમાલીગઢમાં વાંસમાંથી ઇથેનોલ બનાવવામાં આવી રહ્યું છે. ઈંધણમાં ફેરફાર અને સારા રસ્તાઓના વિકાસને કારણે દેશમાં લોજિસ્ટિક્સ ખર્ચ ઘટીને સિંગલ ડિજિટ થઈ જશે.
ગડકરીએ કહ્યું કે, એક વાત સ્પષ્ટ છે કે જો આપણે મૂડી રોકાણ અને ઉદ્યોગનો વિકાસ જોઈતો હોય તો સારી ઈન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ. પાણી, વીજળી, પરિવહન અને સંદેશાવ્યવહાર વિના આપણે ખેતી, સેવાઓ અને ઉદ્યોગનો વિકાસ કરી શકતા નથી. ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિના આપણે પ્રવાસનનો વિકાસ કરી શકતા નથી. ગડકરીએ કહ્યું, ‘જ્યારે મોદીજી 2014માં પીએમ બન્યા ત્યારે તેમણે દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને સૌથી વધુ પ્રાથમિકતા આપી હતી. જ્યારે આપણે એક મહાન દેશને વિકસિત બનાવવાનો નિર્ણય લીધો છે, ત્યારે આપણે વૈશ્વિક માનક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ વિકસાવવું પડશે અને અમે આ માટે શક્ય તમામ પ્રયાસો કરી રહ્યા છીએ.તેમણે કહ્યું કે ઉત્તર-પૂર્વીય રાજ્ય આસામમાં વાંસમાંથી ઈથેનોલ તૈયાર કરવામાં આવી રહ્યું છે.