અયોધ્યાને મોડલ સોલર સિટીના રૂપમાં પરિવર્તિત કરવાનો પ્રયત્ન યોગી સરકાર કરી રહી છે. ભારતમાં પહેલીવાર સોલર બોટ દ્વારા સરયૂ યાત્રા કરાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. સોલર પાવર ઈનેબલ્ડ ઈ-બોટને સરયૂ નદીમાં ઉતારવામાં આવી છે.
ઉત્તર પ્રદેશ ન્યુ એન્ડ રિન્યુએબલ એનર્જી એજન્સી (UPNEDA) એ અયોધ્યાની સરયૂ નદીમાં બોટ સર્વિસના નિયમિત સંચાલન માટેની રૂપરેખા તૈયાર કરી લીધી છે. હાલમાં એક બોટને પૂર્ણ કર્યા બાદ ટેસ્ટિંગ ફેઝની પ્રક્રિયા ચાલુ છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 22 જાન્યુઆરીએ શ્રી રામ જન્મભૂમિ મંદિર થવા જઈ રહેલા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પહેલા બોટનું ઉદ્ઘાટન કરી શકે છે. આગામી દિવસોમાં આ બોટનું નિયમિત સંચાલન કરવામાં આવશે.
સોલર પાવર ઈનેબલ્ડ બોટ ક્લીન એનર્જી દ્વારા સંચાલનની પરિકલ્પના પર કાર્ય કરે છે. ડ્યૂઅલ મોડ ઓપરેટિંગ બોટ 100% સોલર ઈલેક્ટ્રિક પાવર બેઝ પર કામ કરે છે. સોલર એનર્જીની સાથે ટાર્ડ કરવાની સાથે ઈલેક્ટ્રિક એનર્જી દ્વારા પણ ઓપરેટ કરવામાં આવી શકે છે. સૌથી ખાસ વાત એ છે કે, બોટ કેમેરામેન કેટેગરીની છે. તેના અંતર્ગત બે હલ સ્ટ્રક્ચર્સને જોડીને એક બોટ સ્ટ્રક્ચર્સમાં કન્વર્ટ કરી શકાય છે. ફાયબરગ્લાસ બોડી યુક્ત બોટ લાઈટ વેટ અને હેવી ઓપરેશન ડ્યૂરેબલ મટીરિયલથી બની છે.
તેને પૂણેની સની બોટ્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા અસેમ્બલ કરવામાં આવી રહ્યું છે. ચેન્નાઈની રા સોર્સ પ્રાઈવેટ લિમિટેડ બોટમાં સોલાર અને પ્રોપલ્શન પાર્ટનરની ભૂમિકા ભજવી રહી છે. UPNEDA પ્રોજેક્ટ મેનેજર પ્રવીણ નાથ પાંડેએ જણાવ્યું કે, આ બોટ 12 કિલોવોટ ઈલેક્ટ્રિક આઉટબોર્ડ ટ્વીન મોટર પર આધારિત છે. બોટમાં 46 કિલોવોટ પ્રતિ કલાકની ક્ષમતા વાળી એલેપટી બેટરી લગાવવામાં આવી છે અને તે 30 પેસેન્જર્સ અને 2 ક્રૂ માટે ઓપરેશનલ રહેશે. 17થી 18 તારીખની વચ્ચે બોટ વોટરપ્રૂફિંગ સહિત તમામ ટેસ્ટિંગ પ્રક્રિયાઓમાંથી પસાર થશે. 22મી જાન્યુઆરીએ યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પહેલા બોટનું ઉદ્ઘાટન કરવામાં આવશે. બોટ રિમોટ વ્યૂઈંગ જેવી ક્લાસ અપાર્ટ ફેસિલિટીથી પણ સજ્જ છે.
– બોટને 3.3 કિલોવોટ રૂફ ટોપ સોલર પેનલ દ્વારા સંચાલિત કરવામાં આવી રહી છે.
– બોટની રૂફ ટોપ પર કુલ 6 સોલર પેનલ 550 વોટ પાવર ઉર્જા ઉત્પન્ન કરે છે.
– બોટ લાઈટ વેટ મટિરીયલ અને અને ક્લીન એનર્જી આધારિત હોવાને કારણે તેને નદીમાં ચલાવી શકાય છે.
– હાઈ સ્પીડ પર ઓપરેટ કરવામાં સક્ષમ અને ક્રુઝિંગના આધારે સ્પીડ 6 નોટ્સ રહેશે.