નવી દિલ્હીનાં ભારત મંડપમ ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી અને ભાજપ ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે. પી. નડ્ડા ની શુભ ઉપસ્થિતિ વચ્ચે ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય પદાધિકારી બેઠકનો પ્રારંભ થયો.
આ બેઠકમાં, માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ, કેન્દ્રીય રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહ ની વિશેષ ઉપસ્થિતિ હતી. આ સૌ ભાજપ ના મુખ્ય નેતા, હોદેદારો અને આગેવાનો વચ્ચે યોજાયેલી રાષ્ટ્રીય બેઠકમાં દેશના તમામ રાજ્યો માંથી ભાજપ ના મુખ્ય નેતાઓ ની મોટી સંખ્યામાં હાજરી જોવા મળી હતી. આ રાષ્ટ્રીય બેઠક માં આવનારી લોકસભા ચૂંટણી અને સંગઠન ના મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.