એક તરફ ઉનાળો આવી ગયો છે. આ સાથે-સાથે રમઝાનનો મહીનો પણ છે. જેના પગલે લીંબુનું ઉત્પાદન ઓછું થયું છે. પરંતુ ઉનાળાના કારણે લીંબુનો વપરાશ પણ વધ્યો છે. ત્યારે ભાવનગરની બજારમાં લીંબુનો ભાવ 200 રૂપિયા સુધી આંબી ગયો છે. તો આગામી સમયમાં ગરમી વધશે તો ભાવ પણ વધવાની સંભાવના છે. મહત્વનું છે કે ભાવનગર માર્કેટ યાર્ડમાં લીંબુનો હોલસેલ ભાવ 130 રૂપિયા કિલો ચાલી રહ્યો છે. નબળી ગુણવત્તાના લીંબુ 100 રૂપિયાની આસપાસના હોલસેલ ભાવે વેચાઇ રહ્યા છે. પરંતુ આ લીંબુ છૂટક બજારમાં આવતા-આવતા 200 રૂપિયા કિલો થઇ જાય છે. રમઝાન મહીનાને લઇ પણ લીંબુની માંગમાં ધરખમ વધારો થયો છે. તેની સામે ઓછું ઉત્પાદન થતા લીંબુનો ભાવ વધી ગયો છે.એક મહિના પહેલા ભાવનગરમાં લીંબુ 40 રૂપિયાના કિલો મળી રહ્યા હતા. તે લીંબુ હવે 200 રૂપિયાના કિલો મળી રહ્યા છે. ત્યારે ગૃહિણીઓનું બજેટ તો ખોરવાયું જ છે. આ સાથે લીંબુના સોડા-શરબત સહિતની વસ્તુઓનો આનંદ માણતા લોકોમાં પણ ભાવ પ્રત્યે ખટાશ જોવા મળી રહી છે.
ભાવનગરની બજારમાં લીંબુનો ભાવ 200 રૂપિયા સુધી આંબી ગયો
- originaltapimitra
- April 1, 2024
- 2:34 pm
અનોખા જ દ્રશ્યો : હિન્દુ અને મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા સાથે મળી કરી દુંદાળા દેવની આરતી
September 13, 2024
No Comments
રામોજી ફિલ્મ સિટીના સ્થાપક રામોજી રાવ નું 87 વર્ષની વયે થયું નિધન
June 9, 2024
No Comments
પોલીસ વિભાગમાં મોટાપાયે અધિકારીઓની બદલીની જાણ ખુદ ગૃહ વિભાગ ના અધિકારીઓને પણ નથી
February 10, 2024
No Comments
KPI ગ્રીન એનર્જીએ ઈન્વેસ્ટર્સને છેલ્લા 6 મહિનામાં 894.43 રૂપિયાનું વળતર આપ્યું
March 18, 2024
No Comments
વ્યારાના વિવિધ સ્થળોએ મતદાન કરવા માટે મતદાન જાગૃતિ અંગેના બેનરો લગાવાયા
April 24, 2024
No Comments