મહિલાઓ પ્રત્યે આવી લૈંગિક પ્રવૃતિ રાખનાર કોંગ્રેસીઓને શરમ આવવી જોઈએ : કંગના રનૌત

ફિલ્મ અભિનેત્રી કંગના રનૌત ઉપર કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતની વિવાદાસ્પદ સોશિયલ મીડિયા પોસ્ટનો મામલો હજુ શાંત થયો નથી તો હવે ગુજરાત કોંગ્રેસના એક નેતાએ પણ અભિનેત્રીના મંડીથી ચૂંટણી લડવાને લઈને વિવાદાસ્પદ પોસ્ટ કરી છે. ભાજપમાં સામેલ થયા બાદ હિમાચલ પ્રદેશની મંડી લોકસભા સીટથી ઉમેદવાર બનેલી કંગના રનૌતે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર ગુજરાત કોંગ્રેસના નેતા પર પલટવાર કર્યો છે.  કંગનાએ લખ્યું કે જો કોઈ યુવાને ટિકિટ મળે છે તો તેની વિચારધારા પર હુમલો થાય છે, જો કોઈ યુવા મહિલાને ટિકિટ મળે છે તો તેની કામુકતા પર હુમલો થાય છે. આ અજીબ છે. કંગનાએ લખ્યું કે કોંગ્રેસના લોકો એક નાના શહેરના નામનો દુરૂપયોગ કરી રહ્યાં છે. મંડીનો ઉપયોગ દરેક જગ્યાએ યૌન સંદર્ભમાં કરવામાં આવે છે, માત્ર એટલા માટે કે તેમાં એક યુવા મહિલા ઉમેદવાર છે. કંગનાએ લખ્યું કે મહિલાઓ પ્રત્યે આવી લૈંગિક પ્રવૃતિ રાખનાર કોંગ્રેસીઓને શરમ આવવી જોઈએ. વિવાદ વધ્યા બાદ ગુજરાત કોંગ્રેસના કિસાન સેલ સાથે જોડાયેલા એસ એસ આહીરે પોતાના એકાઉન્ટને પ્રાઇવેટ કરી લીધુ છે. તેમણે પણ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતની જેમ સ્પષ્ટતા આપી છે અને તેમાં લખ્યું કે મારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સના એકાઉન્ટનું એક્સેસ કોઈ અન્ય પાસે હતું. તેણે આ ખુબ ખરાબ અને વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. જેને પરત લઈ લેવામાં આવી છે. ગુજરાત કોંગ્રેસના નેતા એચ એસ આહીરના એકાઉન્ટથી એક પોસ્ટના રિપ્લાયમાં વિવાદાસ્પદ પોસ્ટ સામે આવી હતી. આ પોસ્ટ 24 માર્ચે રાત્રે 9.19 કલાકે કરવામાં આવી હતી. તો કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સુપ્રિયા શ્રીનેત વિરુદ્ધ ગુરૂગ્રામમાં ભાજપ કાર્યકર્તાઓએ પોલીસ ફરિયાદ આપી છે. તેમાં શ્રીનેત વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

error: Content is protected !!