મિથુન ચક્રવર્તીને બેચેની અને છાતીમાં દુખાવો ઉપડ્યો, કોલકાતાની હોસ્પિટલમાં દાખલ

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા અને રાજનેતા મિથુન ચક્રવર્તીએ પોતાની ફિલ્મો દ્વારા દર્શકોનું ઘણું મનોરંજન કર્યું છે. આજે પણ મિથુન ચક્રવર્તીના લાખો ચાહકો છે. પરંતુ આ દરમિયાન અભિનેતા સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર મિથુન ચક્રવર્તીને છાતીમાં દુખાવો અને ગભરામણ અનુભવાઈ હતી. જેના કારણે તેમને તાત્કાલિક કોલકાતાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

એક રિપોર્ટ અનુસાર આજે સવારે એટલે કે 10 ફેબ્રુઆરીએ મિથુન ચક્રવર્તીને અચાનક છાતીમાં દુખાવો થવા લાગ્યો. જે બાદ અભિનેતાને બેચેની અનુભવાય હતી. તેમની તબિયત બગડતી જોઈને તેમને ઝડપથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેની સારવાર ચાલુ છે. પ્રાપ્ત માહિતી અનુસાર મિથુન ચક્રવર્તીનો એમઆરઆઈ થઈ ચૂક્યો છે.

સારવાર માટે વિશેષ ટીમ બનાવવામાં આવી છે. ડોક્ટરોએ તેને ઓબ્ઝર્વેશન હેઠળ રાખ્યા છે. અત્યાર સુધી હોસ્પિટલે આ બીમારી વિશે કંઈ પણ જણાવ્યું નથી. કહેવામાં આવી રહ્યું છે કે, આજે સવારે મિથુન ચક્રવર્તી પોતાની આગામી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતા. શૂટિંગ દરમિયાન તેને લાગ્યું કે તેની તબિયત બગડી રહી છે. તે ત્યાં જ નીચે બેસી ગયા હતા. જે બાદ ટીમ તેને હોસ્પિટલ લઈ ગઈ હતી.

જો રિપોર્ટ્સનું માનીએ તો મિથુન ચક્રવર્તી સાથે એક્ટર સોહમ ચક્રવર્તી પણ હાજર હતા જ્યારે તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. એવું માનવામાં આવે છે કે સોહમના કહેવા પર જ ફિલ્મનું શૂટિંગ કોલકાતામાં થઈ રહ્યું હતું. તેની આગામી ફિલ્મમાં મિથુન ચક્રવર્તી ઉપરાંત સોહમ ચક્રવર્તી અને દેબાશ્રી રોય પણ મહત્વના રોલમાં જોવા મળશે. ફિલ્મોની સાથે-સાથે આ દિગ્ગજ અભિનેતા છેલ્લા કેટલાક સમયથી રાજકારણમાં પણ એક્ટિવ છે. મિથુન ચક્રવર્તી ભાજપ સાથે જોડાયેલા છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ દિગ્ગજ અભિનેતાને પ્રતિષ્ઠિત પદ્મ ભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.

 

error: Content is protected !!