મોડાસા સબ જેલના બદલે મૌલાના સલમાન અઝહરીને સાબરમતી મધ્યસ્થ જેલમાં ધકેલાયો

મોડાસામાં ગત ડિસેમ્બર માસમાં ભડકાઉ ભાષણ કરવાના મામલે ગત 9 ફેબ્રુઆરીએ મોડાસા શહેર પોલીસે ગુનો નોંધ્યો હતો. જેને લઈ મોડાસા પોલીસે મૌલાના મુફ્તી સલમાન અઝહરીની ધરપકડ કરી હતી. કોર્ટમાં રજૂ કરીને મોડાસા પોલીસે 10 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. કોર્ટે 5 દિવસના રિમાન્ડ મૌલાનાના મંજૂર કર્યા હતા. પાંચ દિવસના રિમાન્ડ પૂર્ણ થતા શનિવારે ફરીથી મોડાસા પોલીસે મૌલાનાને કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં કોર્ટે મોડાસા સબ જેલના બદલે અમદાવાદ સ્થિત સાબરમતી મધ્યસ્થ જેલમાં આરોપી મૌલાનાને મોકલવા માટે હુકમ કર્યો હતો. સોમવારે મૌલાનાના વકીલ દ્વારા જામીન અરજી કરવામાં આવશે. આમ જામીન મંજૂર થવા સુધી મૌલાના સાબરમતી જેલમાં બંધ રહેશે.

error: Content is protected !!