મોહપાડા ગામેથી જુગાર રમાડનાર એક ઝડપાયો

ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસો મંગળવારના રોજ ખાનગી વાહનમાં બેસી પ્રોહી. તથા જુગાર અંગેની રેઈડમાં નીકળેલ હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, મોહપાડા ગામનાં નિશાળ ફળિયામાં રહેતા મણીલાલભાઈ હોમાભાઈ વસાવા નાએ પોતાના ઘરની પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં મુંબઈથી નીકળતા વરલી મટકાનાં આંકડા ઉપર હાર જીતનો જુગાર રમાડે છે જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો બાતમીવાળી જગ્યા પર પહોંચતા ત્યાં ઈસમ હાજર હોય ઈસમને કોર્ડન કરી પોલીસે ઝડપી પાડ્યો હતો. જોકે પોલીસે ઝડપાયેલ ઈસમનું નામ પૂછતા તેને પોતાનું નામ, મણીલાલભાઈ હોમાભાઈ વસાવા (રહે.મોહપાડા ગામ, નિશાળ ફળિયું, તા.ઉચ્છલ)નાં હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે સ્થળ પરથી જુગાર રમવાના સાધનો પૈકી આંકો લખેલી કાપલીઓ, બોલપેન, કાર્બન પેપર, કોરી કાપલીઓ, પેપર પેડ, કેલ્ક્યુલેટર અને રોકડ રૂપિયા મળી કુલ રૂપિયા 9,710/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે ઝડપાયેલ ઈસમ વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

error: Content is protected !!