બારડોલી તાલુકાના તેન ગામે રૂા.૯૦ લાખના ખર્ચે નિર્માણ થનાર પ્રાથમિક શાળાના મકાનનું ભુમિપુજન કરાયું

વિદ્યાર્થીઓને સુવિધા સભર ભણતર માટે અત્યાધુનિક શાળા પરિસર અને શાંતિપૂર્ણ વાતાવરણ મળી રહે હેતુસર બારડોલી તાલુકાના તેન ગામે રૂા.૯૦ લાખ ના ખર્ચે નિર્માણ પામનાર સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત તેન મુખ્ય પ્રાથમિક શાળાના મકાનનુ ભૂમિપૂજન અને બામણી ગામે રૂ. ૧૨ લાખના ખર્ચે આંગણવાડીના કામનું જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષશ્રી જીતેન્દ્રભાઇ પટેલના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી ભાવેશભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચાના સભ્ય શ્રી દેવુભાઈ ચૌધરી, જિલ્લા પંચાયત સભ્ય શ્રી રેખાબેન હળપતિ, તાલુકા પંચાયત સભ્યશ્રી દિનેશ ભાઈ પરમાર, તેન ગામના કર્મઠ સરપંચ રીનાબેન ચૌધરી તથા તેન ગ્રામપંચાયતના સભ્યશ્રીઓ તથા શાળા પરિવારના શિક્ષકો તથા બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!