દેશમાં ઉનાળા ની શરૂઆત થઈ ચૂકી છે. તો ગુજરાત રાજ્યમાં પણ સૂર્ય નો અસહ્ય તાપનો માર લોકો પર પડી રહ્યો છે. તેના કારણે ગુજરાત રાજ્યમાં ઝાડા-ઉલટીના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. તો બીજી બાજુ સ્વાઈન ફ્લૂ પણ ગુજરાત રાજ્ય માં સક્રિય થયો છે. જોકે વર્ષ 2024 ની શરૂઆતથી ગુજરાત રાજ્ય માં સ્વાઈન ફ્લૂ ના કેસમાં ધરખમ વધારો નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ કેસ માર્ચ 2024 માં નોંધાયા છે. આ મહિનાના અમદાવાદ માંથી માત્ર 24 દિવસમાં 173 જેટલા કેસ સામે આવ્યા છે. ત્યારે હવે, સ્વાઈન ફ્લૂ ની ચેન ભાવનગરમાં સક્રિય થઈ છે. ત્યારે ભાવનગર શહેરમાં સ્વાઈન ફ્લૂ નો કહેર જોવા મળી રહ્યો છે.
ભાવનગર માં અનેક વિસ્તારમાં એક સાથે સ્વાઈન ફ્લૂ ના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. ભાવનગર શહેર માં છેલ્લા 3 માસમાં કુલ 44 જેટલા સ્વાઈન ફ્લૂ ના કેસ નોંધાયા છે. ભાવનગર સિવિલ હોસ્પિટલ માં તમામ કેસના દર્દીઓની સારવાર ચાલી રહી છે. તે ઉપરાંત ભાવનગર શહેરમાં આરોગ્ય તંત્રે પણ કમર કસી લીધી છે. આરોગ્ય તંત્ર દ્વારા ભાવનગર માં આરોગ્ય ક્ષેત્રે બાંહેધરી જાહેર કરી દેવામાં આવી છે. તેની સાથે દરેક નાગરિકને સાવચેતી રાખવા માટે પણ અપીલ કરવામાં આવી છે. જો કોઈ વ્યક્તિ સ્વાઈન ફ્લૂ રોગથી પીડિત હોય, તો તેની તાત્કાલિક નજીકના હોસ્પિટલ કેન્દ્રમાં દાખલ થવાનું સૂચન પાઠવ્યું છે.