લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણનો સિલસિલો યથાવત : ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રીએ રાજીનામુ આપ્યુ

લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે. પોરબંદરમાં પણ કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો તેમજ નેતાઓ એકાએક રાજીનામું આપી રહ્યા છે. ત્યારે ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રીએ પણ રાજીનામુ આપ્યુ છે. મહામંત્રી સંદીપ ઓડેદરાએ રાજીનામુ આપ્યું છે. જિલ્લા યુવક કોંગ્રેસના પ્રભારી રાહુલ ચુડાસમાએ પણ રાજીનામુ આપ્યું છે. તેમજ સંદીપ ઓડેદરા અને રાહુલ ચુડાસમાએ આજે અર્જુન મોઢવાડિયા સમર્થનમાં રાજીનામાં ધર્યા છે. સંદીપ અને રાહુલ અર્જુન મોઢવાડિયા જૂથના સમર્થક માનવામાં આવે છે. આવતીકાલે ભાજપ ઉમેદવાર અને પૂર્વ આરોગ્ય મંત્રીની હાજરીમાં ભાજપમાં પ્રવેશ કરશે.

error: Content is protected !!