વડોદરાના કમાટીબાગમાં ડો. બાબા સાહેબ આંબેડકરના “સંકલ્પ ભૂમિ સ્મારક” ખાતે પ્રવાસી સુવિધાઓ વિકસાવાઈ

વડોદરા ખાતે ડો. બાબા સાહેબ આંબેડકર સ્મારક ખાતે વિવિધ પ્રવાસી સુવિધાઓ વિકસાવવા માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે, તેમ પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઇ બેરાએ વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું.

વિધાનસભા ગૃહમાં સભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રી શ્રી બેરાએ જણાવ્યું કે, વડોદરામાં કમાટી બાગ ખાતે સંકલ્પ ભૂમિ સ્મારક તેમજ કલ્યાણનગર ખાતે ડો. બાબા સાહેબ આંબેડકર મેમોરિયલને વિકસાવવામાં આવી રહ્યા છે.

કમાટીબાગ ખાતે સંકલ્પ ભૂમિ સ્મારકને વિકસાવવા માટે ડો.બાબા સાહેબ આંબેડકરની ૧૨૫મી જન્મ જયંતી નિમિત્તે રૂ. ૧૧.૮૧ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. જે અંતર્ગત એમ્ફીથેટર, કમ્પાઉન્ડ વોલ, રીટેઇનિંગ વોલ, ગેટ, ફ્લોરિંગ અને લેન્ડસ્કેપિંગ સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

error: Content is protected !!