વડોદરા હરણી બોટ દુર્ઘટનાના 25 દિવસ બાદ કોર્પોરેશને 6 અધિકારીઓને નોટિસ ફટકારી

વડોદરા હરણી બોટ દુર્ઘટનાના 25 દિવસ બાદ કોર્પોરેશને અધિકારીઓ સામે કાર્યવાહીની શરૂઆત કરી છે. હાઈકોર્ટ ફટકાર લગાવે તે પહેલા કોર્પોરેશને 6 અધિકારીઓને નોટિસ ફટકારી છે. જોકે આ કાર્યવાહી સામે પણ ભાજપના જ કોર્પોરેટરે નારાજગી વ્યક્ત કરી છે. હરણી બોટ દુર્ઘટનામાં કોર્પોરેશને ફયુચરીસ્ટીક સેલના રાજેશ ચૌહાણને ફરિયાદી બનાવ્યા હતા જોકે ત્યારબાદ કોર્પોરેશને ડેપ્યુટી કમિશનર દ્વારા ખાતાકીય તપાસ કરી અને કોર્પોરેશનના 6 અધિકારીઓને નોટિસ ફટકારી છે ફ્યુચરીસ્ટ્રિક સેલના અધિકારીઓને પોતાની શું જવાબદારી અને કોની બેદરકારી તેનો ખુલાસો 7 દિવસોમાં કરવા નોટિસ ફટકારી છે.

ભાજપના જ કોર્પોરેટર આશિષ જોશીની ચીમકી હતી કે સભામાં નીચે બેસી જઈશ, જોકે સભાના એક દિવસ પહેલા કોર્પોરેશને 6 અધિકારીને નોટિસ આપીને મામલો થાળે પાડવા પ્રયાસ કર્યો છે. ઘટના વખતે કોર્પોરેશને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાના બદલે ફરિયાદી બનાવી દેવાયા હતા તે વાત આજે સાબિત થઈ છે, જોકે તેમ છતાં કોર્પોરેશને અધિકારીઓને બચાવવા 25 દિવસનો સમય વ્યતીત કર્યો એક સમય રાજેશ ચૌહાણને ગંદા પાણીના મામલે કોઈ નોટિસ વગર સસ્પેન્ડ કરી દેવાયા હતા તો 14 લોકોના મોતના જવાબદાર ને કેમ સમય આપવામાં આવી રહ્યો છે તેવા સવાલો ઉભા કર્યા છે અને આજે પણ નારાજગી વ્યક્ત કરી છે,

જો આજની સભામાં યોગ્ય જવાબ નહી મળે તો હું સભામાં નીચે બેસીને વિરોધ કરીશ તેવી ફરી ચીમકી આશિષ જોશીએ ઉચ્ચારી છે. કોર્પોરેશને મોડા મોડા પણ અધિકારીઓને નોટિસ ફટકારી છે જોકે પીપીપી ધોરણે કરાર કરવાથી માંડી હરણી લેક ઝોનમાં ઇન્સપેક્સન સુધીની કામગીરીમાં બેદરકારી રાખનાર અધિકારીઓ સકાંજામાં આવ્યા છે, ત્યારે જોવાનું એ રહેશે કે કયા અધિકારી વિરૂદ્ધ શુ કાર્યવાહી થાય છે.

error: Content is protected !!