વિદેશી દારૂનાં જથ્થા સાથે એક ઝડપાયો, રૂપિયા 2.91 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરાયો

તાપી જિલ્લનાં છેવાડાનો તાલુકો નિઝરનાં વ્યાવલ બસ સ્ટેશન પાસેનાં પ્રકાશાથી નિઝર તરફ આવતાં રોડ પરથી વગર પાસ પરમિટે વિદેશી દારૂનાં જથ્થા સાથે મહારાષ્ટનાં એક ઈસમને રૂપિયા 2.91 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જયારે બે’ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી પોલીસ સ્ટાફનાં માણસોને 08/04/2024નાં રોજ બાતમી મળી હતી કે, એક સફેલ કલરની બોલેરો પીકઅપમાં એક ઈસમ બોલેરો પીકઅપમાં ચોરખાનું બનાવી તેમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરી મહારાષ્ટ્ર રાજ્યનાં ધુલિયા, નંદુરબાર થઈ ગુજરાત રાજ્યનાં નિઝરથી સુરત તરફનાં રોડ પર જનાર છે. જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો પ્રકાશાથી નિઝર તરફ આવતાં રોડ ઉપર વ્યાવલ બસ સ્ટેશન પાસે વોચમાં હતા તે દરમિયાન બાતમીવાળો બોલેરો પીકઅપ નંબર GJ/05/BU/8413ને પ્રકાશા ગામ તરફથી આવતાં પોલીસે ખાનગી વાહનોની આડાશ કરી વાહન ચાલકને રોકી તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ, ધોંડીરામ લિમ્બાજી ગાયકવાડ (રહે.કૈલાશ ભવન, ધોડબંદર રોડ, શિવ સેના ઓફીસ પાસે, મીરા રોડ, ઈસ્ટ, ઠાણે, મહારાષ્ટ્ર)નાં હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ પોલીસે બોલેરો પીકઅપનાં આગળના ભાગે ચેક કરતા જ્યાં વેલ્ડીંગ કરેલ હોય જેથી ત્યાં ચેક કરતા ત્યાં ચોરખાનું બનાવેલ હતું અને તેમાંથી પોલીસે ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 1,728 નંગ બોટલો મળી અઆવી હતી.

આમ, પોલીસે વિદેશી દારૂનો જથ્થો જેની કિંમત રૂપિયા 86,400/- અને બોલેરો પીકઅપ જેની કિંમત રૂપિયા 2 લાખ તેમજ 2 નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા 2,91,900/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદના આધારે ઝડપાયેલ ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જયારે આ કામે બે ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.

error: Content is protected !!