વડોદરા ધનોરાના રામપુરા ગામેથી વિદેશી દારૂનું ગોડાઉન ઝડપાયું છે. મળતી માહિતી મુજબ મકાનમાં અન્ડરગ્રાઉન્ડ દારુનું કામકાજ ચાલી રહ્યું હતુ. જાણકારી મુજબ મહેશ ઉર્ફે ભૂરીયો ગોહિલ નામનો વ્યકિત આ મકાનમાં દારુ ભરી તેની આપ લે કરતો હતો. અન્ડરગ્રાઉન્ડ ગોડાઉનમાંથી 350 પેટી દારૂ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ થોડા દિવસ અગાઉ જ વડોદરાથી નકલી સિરપ બનાવી વેચાણનો કાળો ધંધો ઝડપાયો હતો. જે બાદ હવે ઘરમાં વિદેશી દારુ ભરીને તેનો ધંધો કરતા પોલીસને બાતમી મળી હતી. બાતમીને આધારે પોલીસે તપાસ કરતા વાત સાચી પડી હતી અને ઘરના અંડરગ્રાઉન્ડ માંથી વિદેશી દારુની 350 જેટલી પેટીઓ ઝડપાઈ હતી.
