વિસાવદર બેઠક પર વિધાનસભાની પેટાચૂંટણી માટે રાજકીય પક્ષોએ કવાયત શરુ કરી

આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય તરીકે વર્ષ 2022 વિધાનસભા ચૂંટણીમાં જીત્યા હતા.જો કે ફેબ્રુઆરી મહીનામાં જ તેમણે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધુ અને ભાજપમાં જોડાઇને ઘર વાપસી કરી છે. જો કે આ બેઠક પર વિધાનસભાની પેટાચૂંટણી જાહેર ન થતા રાજકીય પક્ષોએ ચૂંટણી યોજાય તે માટે કવાયત શરુ કરી છે. ભૂપત ભાયાણીના રાજીનામાથી ખાલી પડેલી વિસાવદર બેઠક પર વિધાનસભાની પેટાચૂંટણી જાહેર ન થતા રાજકીય પક્ષોએ ચૂંટણી થાય તે માટે કવાયત હાથ ધરી છે.

આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં જોડાનાર વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સાથે આ અંગે બેઠક કરી. લોકસભાની ચૂંટણીની સાથે જ વિસાવદરમાં પેટાચૂંટણી યોજવા કાયદાકીય રીતે રસ્તો કાઢવા ભાજપ કવાયત કરી રહી છે. ભાયાણીએ કહ્યું કે પેટાચૂંટણી નિયત સમયે યોજાઈ તે માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ. બીજી તરફ આમ આદમી પાર્ટીએ પણ વિસાવદરની પેટાચૂંટણી માટે કવાયત હાથ ધરી છે. આમ આદમી પાર્ટીના લીગલ સેલે ગાંધીનગરમાં ચીફ ઈલેક્શન કમિશનને મળીને રજૂઆત કરી. આમ આદમી પાર્ટીએ ચૂંટણી પંચને રજૂઆત કરી કે ભાજપના નેતાઓ પાસે ચૂંટણી પંચની માહિતી કઈ રીતે પહોંચે છે. સાથે આમ આદમી પાર્ટીએ હિમાચલનું ઉદાહરણ આપી કહ્યું કે જો ઈલેક્શન પિટિશન પેન્ડિંગ હોવાથી વિસાવદરની ચૂંટણી જાહેર ન થઈ હોય તો હિમાચલ પ્રદેશમાં કેમ પેટાચૂંટણી જાહેર થઈ?

error: Content is protected !!