લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગતતાપી જિલ્લામાં તા.૭મી મે ના રોજ મતદાન થનાર છે ત્યારે તાપી જિલ્લાના મતદારોમાં મતદાન અંગે જાગૃતિ આવે અને વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના પર્વમાં ઉત્સાહભેર સહભાગી થાય અને નાગરિકો મુક્ત મને ન્યાયી મતદાન કરી શકે તેવા સક્રિય પ્રયાસો તાપી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરશ્રી ડૉ.વિપિન ગર્ગના માર્ગદર્શન હેઠળ સ્વીપ નોડલ ઓફિસર દ્વારા વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો થઇ રહ્યા છે.જે અનુસંધાને તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારાના વિવિધ સ્થળોએ લોકશાહીના અવસરમાં અચૂક મતદાન કરવા માટે મતદાન જાગૃતિ અંગેના બેનરો લગાવી વ્યારાનગરના નાગરરિકો સહિત ગ્રામજનોને જાગૃત કરવામાં આવી રહ્યા છે.
