આગામી સમયમાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ યોજાનાર છે. જેના ભાગરૂપે તાપી જિલ્લા ચૂંટણી તંત્રના સહયોગથી જિલ્લામાં હોળીના તહેવાર નિમિત્તે હોળીકા દહન તેમજ રંગોત્સવ દરમ્યાન તાપી જિલ્લામાં નાગરિકો મતદાન માટે જાગૃત થાય તે હેતુસર દ્વારકેશ રેસીડેન્સી ખાતે સ્વીપ પ્રવૃતિ અંતર્ગત મતદાન જાગૃતિના પ્રચાર-પ્રસારના ભાગરૂપે જાગૃત નાગરિકો દ્વારા રહીશોને મતદાન અંગે મહત્વ સમજાવવામાં આવ્યુ હતું.
