વ્યારા નગરમાં ‘હનુમાન જયંતિ’ની ધામધૂમથી ઉજવણી કરાઈ

તાપી જિલ્લામાં સોનગઢ, ઉકાઈ, વાલોડ, ડોલવણ, નિઝર સહીત તમામ તાલુકામાં ‘હનુમાન જયંતી’ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.જયારે વ્યારાનાં આશિર્વાદ હોસ્પિટલ પાસે આવેલા પંચમુખી હનુમાનજી મંદિરે ‘હનુમાન જયંતિ’ની ધામધૂમથી  ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજણીમાં નાના બાળકો તેમજ નવ પરણિત દંપતિઓ દ્વારા હોમ હવન પૂજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મહાપ્રસાદીની પણ વ્યવ્સ્થા રાખવામાં આવી હતી.જયારે 3000 ભાવિક ભક્તોએ મહાપ્રસાદીનો પણ લાભ લીધો હતો. અત્રે આ મંદિરના સંચાલકોનીએ વાત પ્રશસનીય છે કે મંદિરના દર ત્રણ મહિના હિસાબને સાર્વજનિક કરવામાં આવે છે અને બેંક ખાતા સહિત તમામ વિગતો દર્શાવવા માટે મંદિરની બહાર જ એક બોર્ડ બનાવવામાં આવ્યું છે. અન્ય મંદિરના સંચાલકો પણ આવી પારદર્શિતા રાખે તો લોકોનો વિશ્વાસ વધી શકે છે.

error: Content is protected !!