વ્યારા બસ સ્ટેશન પરથી 3 વર્ષથી નાસતો ફરતો વોન્ટેડ આરોપી ઝડપાયો

તાપી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી પોલીસ સ્ટાફનાં માણસોને તારીખ 08/04/2024નાં રોજ વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, સુરત ગ્રામ્ય જિલ્લાનાં બારડોલી પોલીસ સ્ટેશનનાં રાયોટીંગનાં ગુન્હામાં છેલ્લાં 3 વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપી વ્યારા બજારમાં આવેલ છે અને તે બસ સ્ટેશન ઉપરથી બસમાં બેસી પોતાના ઘરે જનાર છે જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો બાતમીવાળી જગ્યાએ પહોંચી વોન્ટેડ આરોપી રમેશ સુરેશભાઈ કાથુડી (ઉ.વ.45, હાલ રહે.નાશરપુર ગામ, તા.નિઝર, જિ.તાપી, મૂળ રહે.કસવાવ ગામ, ભગત ફળિયું, તા.વ્યારા, જિ.તાપી) આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

error: Content is protected !!