વ્યારા બાયપાસ હાઈવે પરથી કારમાં દારૂનાં જથ્થા સાથે મહિલા ઝડપાઈ, રૂપિયા 1.37 લાખનો મુદ્દામાલ કબ્જે

મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાના ટીચકપુરા ગામની સીમમાં વ્યારા બાયપાસ નેશનલ હાઈવે નંબર 53 પર સોનગઢથી સુરત જતાં ટ્રેક ઉપરથી કારમાં ઇંગ્લિશ દારૂનાં જથ્થા સાથે મહિલા ઝડપાઈ હતી.

મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો સરકારી વાહનમાં બેસી તારીખ 08/01/2024નાં રોજ વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી. તથા જુગાર અંગેની રેઈડ માટે નીકળ્યા હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, એક સફેદ કલરની સેન્ટ્રો કારમાં એક મહિલા નવાપુર તરફથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી સોનગઢ થઈ સુરત તરફ જનાર છે જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો ઉનાઈનાકા ચાર રસ્તાથી વ્યારા ટીચકપુરા બાયપાસ હાઇવે ઉપર આવી બેરીકેટની આડાસથી રોકી લઇ સોનગઢથી સુરત તરફ જતા રોડ ઉપર નાકાબંધીમાં હતા.

તે દરમિયાન બાતમીવાળી કાર સેન્ટરો કાર નંબર GJ/05/CL/4664ને આવતા જોઈ પોલીસે કાર સાઈડમાં ઉભી રખાવતા હતી ત્યારબાદ પોલીસે કારમાં બેસેલ કાર ચાલક મહિલાનું નામ પૂછતા તેણે પોતાનું નામ, લીલાબેન ઉર્ફે આશા જીગ્નેશભાઈ ઢીમ્મર હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ પોલીસે કારમાં તપાસ હાથ ધરતા કારનાં આગળના ભાગે તથા ડીકનાં ભાગે અલગ અલગ બ્રાંડની ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની કુલ 636 નંગ બોટલો મળી આવી હતી. ત્યારબાદ પોલીસે મહિલાની વધુ પૂછપરછ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે, આ દારૂનો મુદ્દામાલ નવાપુર ખાતેથી એક ઈસમે ભરાવી આપ્યો હતો જેના નામઠામની ખબર નથી અને અંકલેશ્વર ખાતે રહેતા વિજય પરમારને આ દારૂનો મુદ્દામાલ પહોંચાડવાનો હતો.

આમ ઇંગ્લિશ દારૂનો જથ્થો, કાર અને 1 નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા 1,37,800/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદના આધારે પોલીસે મહિલા વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી, જયારે આ કામે બે ઈસમોને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.

error: Content is protected !!