ગુજરાતમાં પહેલા ક્યારેય ન બની હોય તેવી ઘટના બની છે. વિશ્વાસ ન કરી શકાય તેવી આ ઘટના છે. આ ઘટનાથી તમે ચોક્કસથી કહેશો કો શું આ એ જ ગુજરાત છે જ્યાં મહિલા સુરક્ષાની વાત કરવામાં આવે છે. સંસ્કારી નગરી ફરી એકવાર શર્મસાર થઈ છે.
વડોદરામાં જાહેરમાં મહિલાઓને ચોરીનો આરોપ મૂકીને ઢોર માર મારવામાં આવ્યો. મહિલાઓને ન માત્ર માર મરાયો, પરંતુ તેમના શરીર પરથી કપડા પણ કાઢી લેવાયા. મહિલાઓને જાહેરમાં નિર્વસ્ત્ર કરીને માર મારવામાં આવ્યો. ત્યારે આ ઘટનાથી આખું ગુજરાત હચમચી જશે. આશ્ચર્યની વાત તો એ છે કે, એક જણ પણ મહિલાને કપડા પહેરાવવા આગળ ન આવ્યું. તમામ પુરુષો રસ્તા પર તમાશો જોઈ રહ્યા હતા, આસપાસના લોકો વીડિયો ઉતારી રહ્યા હતા. પરંતુ સભ્ય સમાજને ન શોભે તેવી આ ઘટના છે. ગુજરાતના સંસ્કારને આ પ્રકારનું કૃત્ય શોભે તેમ નથી.
વડોદરા શહેરના સંગમ ચાર રસ્તા પાસે રવિવારે સવારે 4 અજાણી મહિલાઓ અર્ધનગ્ન અવસ્થામાં રસ્તા ઉપર દોડતા લોકો અચંબામાં મુકાયા હતા. ખરેખર ડ્રાય ક્લિનર્સની દુકાનમાંથી રોકડ રકમ ચોરીના બનાવમાં પકડાઈ જવાની બીકે મહિલાઓએ આ કૃત્ય આચર્યું હતું. જોકે હદ તો ત્યારે થાય છે કે. મહિલાઓ અર્ધનગ્ન અવસ્થામાં હોવા છતાં એક શખ્સ મહિલાઓને ફટકારવા અંગેનો વિડિયો વાયરલ થતા લોકોએ ફિટકારની લાગણી વરસાવી હતી. તો બીજી તરફ કેટલાક લોકોએ મહિલાઓને કપડા પહેરવવાનો પણ પ્રયાસ કર્યો હતો. પોલીસે આ મામલે બંને પક્ષની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.